આ અંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, BJP લોકસેવા, લોકસંપર્ક અને લોકજાગૃતિ માટે હંમેશા આગળ હોય છે. અમારી સરકારની સિદ્ધિ અને વિજય બાઈક રૅલી હોય કે પછી વિજય સંકલ્પ રૅલી હોય દરેકમાં BJPએ કામગીરી કરી છે. સાથે જ ઉમેદવારના નામ જાહેર કરવામાં પણ BJP આગળ છે.
લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રચાર પ્રસારની સામગ્રી લોકો માટે ખુલ્લી મુકાઈ - Gujarat
અમદાવાદઃ ભાજપ દ્વારા 2019 લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસારની ચીજવસ્તુઓ લોકો ભાજપ દ્વારા આજે ખુલ્લી મુકવામાં આવી હતી. ભાજપે આ વખતે પણ પોતાની પ્રચારની સામગ્રી લોકો વચ્ચે અને સમગ્ર રાજ્યમાં બુથ લેવલ સુધી પહોંચાડવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે.
કોંગ્રેસે કહ્યું હતું કે, અમે જલ્દી ઉમેદવાર જાહેર કરીશું પણ ફોન કરીને ઉમેદવારને મેન્ડેટ લઈ જવા માટે કહેવું પડતું હોય છે. 16 માર્ચના દિવસે 'મેં ભી ચોકીદાર' નું કેમ્પેઇન શરૂ કર્યું. દેશના ગૌરવ અને વિકાસ માટે દેશનો દરેક નાગરિક ચોકીદાર છે. 30 લાખથી વધારે રિટ્વીટ થઈ 1 કરોડ કરતા વધારે લોકોએ આ કેમ્પેઇનમાં ભાગ લીધો હતો.
આજની આ પ્રચાર કીટમાં 1 કીટમાં 51 જેટલી વસ્તુ અમે નીચે બુથ કાર્યકર સુધી પહોંચાડીશું. 25 લાખ કરતા વધારે ઘર ઉપર અમે સ્ટીકર અને ઝંડા 'મારુ ઘર ભાજપનું ઘર' અંતર્ગત લગાવ્યા હતા. મહિલાઓ યુવાનો અને બાળકો માટે દરેક પ્રકારની ચીજવસ્તુ નીચે સુધી કાર્યકર્તાને પહોંચાડીશું. 7 જેટલા પ્રચાર પ્રસારના રથ લોકવાયકા સાથે મોકલ્યા છે. સાથે જ અમારી યોજનાઓની માહિતી તેમજ લાભાર્થીને સીધા લાભ થયા છે, તે તમામ વાતો અમે લોકો સુધી પહોંચાડવા માટેના રથો પણ તૈયાર કર્યા છે. જે રાજ્યભરમાં લોકો સુધી સરકારના કાર્યોના મેસેજ પહોંચાડવાનું કાર્ય કરશે.