ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશના નવા સંગઠન માળખાની જાહેરાત કરી - અમદાવાદ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પદ સંભાળ્યાને પાંચ મહિના બાદ 7 જાન્યુઆરીએ નવા પ્રદેશ સંગઠન માળખાની જાહેરાત કરી છે. આ સંગઠનમાં 7 પ્રદેશ ઉપાધ્યક્ષો, 5 પ્રદેશ મહામંત્રીઓ, 8 પ્રદેશ મંત્રીઓ અને કોષાધ્યક્ષ તથા સહ કોષાધ્યક્ષનો સમાવેશ કરીને કુલ 22 વ્યક્તિઓની ટીમ જાહેર કરવામાં આવી છે.
● ભાજપ પ્રદેશ પ્રમુખે પ્રદેશ સંગઠનની નવી ટીમની જાહેરાત કરી
● કુલ 22 હોદ્દેદારોની ટિમ
● મોટાભાગે 'નો રિપીટ' થિયરી
અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પદ સંભાળ્યાને પાંચ મહિના બાદ 7 જાન્યુઆરીએ નવા પ્રદેશ સંગઠન માળખાની જાહેરાત કરી છે. આ સંગઠનમાં 7 પ્રદેશ ઉપાધ્યક્ષો, 5 પ્રદેશ મહામંત્રીઓ, 8 પ્રદેશ મંત્રીઓ અને કોષાધ્યક્ષ તથા સહ કોષાધ્યક્ષનો સમાવેશ કરીને કુલ 22 વ્યક્તિઓની ટીમ જાહેર કરવામાં આવી છે.
● ગોરધન ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે યથાવત
મોટાભાગે આ ટીમમાં 'નો રિપીટ' થિયરી જોવા મળી છે. દરેક વર્ગના લોકોને સ્થાન મળે તેનું ધ્યાન રખાયું છે. તો પ્રદેશ પ્રમુખના દક્ષિણ ગુજરાતના સભ્યોને પણ સ્થાન અપાયું છે. પ્રદેશ ભાજપના જૂના હોદેદારોમાં ઉપપ્રમુખ પદ પર ગોરધન ઝડફિયા સિવાય અન્ય કોઈને રીપીટ કરાયા નથી. સાંસદ વિનોદ ચાવડાને સંગઠનમાં પ્રદેશ મહામંત્રીનું સ્થાન આપીને સંગઠન અને સરકારને અલગ રાખવાની પ્રદેશ પ્રમુખની વાત અહીંયા ખોટી પડી છે.