અમદાવાદઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું દિલ્હીની આર્મી હોસ્પિટલમાં નિધન થયું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મસ્તષ્કની સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હતા. જે બાદ તેઓ વેન્ટિલેટર પર હતા. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્ટીટ કરીને તેમના પિતાના નિધનની જાણકારી આપી હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રવક્તાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર શ્રદ્ધાંજલિ આપી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપતા ભાજપ પ્રદેશ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અનેક દાયકાઓથી જાહેર જીવનમાં અનેક પદો પર રહીને પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રની સેવા કરી છે. સંરક્ષણ પ્રધાન હોય, નાણા પ્રધાન હોય કે પછી રાષ્ટ્રપતિ પદ હોય, પ્રણવ મુખર્જીએ પોતાની વિદ્વતા અને સકારાત્મક વલાણને કારણે સર્વપક્ષીય રાજકીય નેતા તરીકે તેઓ પ્રસ્થાપિત થયા હતા. એક અભ્યાસુ વ્યક્તિ અને સ્પષ્ટવક્તા તરીકે નામના પ્રણવ મુખર્જીએ મેળવી હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રે એક વિદ્વાન વ્યક્તિત્વ, નેતૃત્વ અને રાષ્ટ્ર સેવક ગુમાવ્યા છે. તેમનાં યોગદાનને લોકો હમેશાં યાદ કરશે. પ્રણવદાને હ્યદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, માનનીય પ્રણવ મુખર્જીના મૃત્યુથી હું દુઃખી છું, જે ભારતીય ભૂમિના ઇતિહાસના જાણકાર અને સરળ સ્વભાવ, હંમેશાં જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેના સંબંધીઓ પ્રત્યે મારી સહાનુભૂતિ છે. ઓમ શાંતિ.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રવક્તાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર શ્રદ્ધાંજલિ આપી ઉલ્લેખનીય છે કે, પ્રણવ મુખર્જી 2012થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ હતા. તેઓ 13મા રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. પ્રણવ મુખર્જીને વર્ષ 2008માં પદ્મભુષણ અને 2019માં દેશના સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.