અમદાવાદરાજ્યમાં 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કાની 93 બેઠકો માટે મતદાન થશે. ત્યારે 48 કલાક પહેલા એટલે કે આજે સાંજે 5 વાગ્યે આ માટેના પ્રચાર પડઘમ શાત થઈ જશે. તો છેલ્લી ઘડી સુધી પ્રચારમાં વ્યસ્ત ભાજપે (BJP Star Campaigners Campaign for Gujarat) ફરી આજે રાષ્ટ્રીય નેતાઓની ટીમ ગુજરાતમાં ઉતારી છે. ત્યારે આવો જોઈએ કયા નેતા ક્યાં સભા (Campaigning for second phase of Gujarat elections) ગજવશે.
કેન્દ્રિય પ્રધાનનો કાર્યક્રમ કેન્દ્રિય પ્રધાન પરશોત્તમ રૂપાલા (Union Minister Parshottam Rupala) આજે 3 જાહેરસભા સંબોધશે. તેઓ સવારે 9 વાગ્યે બનાસકાંઠામાં ધાનેરા પાંથાવાડા હાઈવે ખાતે આવેલા દૌલતનગર સોસાયટી પાસે ધાનેરા વિધાનસભા માટે, છોટા ઉદેપુર જિલ્લામાં ગાયત્રી મંદિર કાવંત ખાતે જેતપુર પાવી વિધાનસભા માટે અને આણંદ જિલ્લામાં ફૂવારા મેદાન ખાતે બોરસદ વિધાનસભા બેઠક માટે જાહેરસભા સંબોધશે.