- ભાજપ દ્વારા વિરમગામ માર્કેટયાર્ડ ખાતે રકતદાન કેમ્પ યોજાયો
- રક્તદાન શિબિરમાં ભાજપ નેતા પ્રશાંત કોરાટની ઉપસ્થિતિ
- થેલિસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
વિરમગામ: APMC ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા થેલિસિમિયાગ્રસ્ત બાળકોને લોહી મળી રહે તે હેતુસર રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ રક્તદાન શિબિરમાં પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિર બાદ તેમને અને ભાજપના કાર્યકર્તાઓએ શિવ મહેલ સ્મશાન ગૃહની મુલાકાત લીધી હતી. સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટેના લાકડાની અછત હોવાથી લોકોને સહભાગી થવા અપીલ કરી હતી. તેના અનુસંધાને, વિરમગામ તાલુકા પચાયત કારોબારી ચેરમેન મયુર ચાવડાએ ટ્રેક્ટરની ટોલી ભરી લાકડા સ્મશાનગૃહમાં આપી સહયોગી થયા હતા.
આ પણ વાંચો:સુરતમાં 500થી વધુ યુવાનોએ કર્યુ રક્તદાન
થેલિસિમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ
કોરોનાએ હાલના સમયમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે, બ્લડ કેમ્પના આયોજનો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આથી, દર્દીઓને લોહી મળવામાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે. ત્યારે, વિરમગામ APMCમાં થેલિસિમિયાના દર્દીઓ માટે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો.