ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો LD એન્જીનીયરીંગ કોલેજ ખાતે પહોંચ્યાં - Aam Adami Party

આજે મંગળવારે 6 મહાનગરપાલિકાઓની મતગણતરી થઈ રહી છે. ત્યારે અમદાવાદની L.D. એન્જીનીયરીંગ કોલેજ ખાતે ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો પહોંચ્યા હતા.

D એન્જીનીયરીંગ કોલેજ ખાતે ઉમેદવારો
D એન્જીનીયરીંગ કોલેજ ખાતે ઉમેદવારો

By

Published : Feb 23, 2021, 9:26 AM IST

  • LD એન્જીનીયરીંગ કોલેજ ખાતે ઉમેદવારો આવી પહોંચ્યા
  • LD કોલેજ ખાતે કંટ્રોલ રૂમઉભો કરાયો
  • સ્ટ્રોંગ રૂમ અને મત ગણતરી કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ

અમદાવાદ : LDએન્જીનીયરીંગ કોલેજ ખાતે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પહોંચ્યા છે. ભાજપના થલતેજ વોર્ડના ઉમેદવાર હિતેશ બારોટ પણ એલ.ડી.એન્જીનીયરિંગ કોલેજ ખાતે પહોંચ્યા હતા. LD કોલેજમાં 106 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. LD એન્જીનીયરીંગ કોલેજ ખાતે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. ચૂંટણી એજન્ટ અને અધિકારીઓ માટે આ કંટ્રોલ રૂમ બનાવાયો છે. 9 વાગ્યાથી શરુ થનારી મતગણતરી માટે દરેક પક્ષના ઉમેદવારો તૈયાર છે.

CCTV કેમેરાથીગ રૂમ અને મત ગણતરી કેન્દ્રો સજ્જ

ABOUT THE AUTHOR

...view details