ગુજરાત

gujarat

આજે 28 મે, ક્રાંતિકારી વીર સાવરકરની જન્મ જયંતિ

By

Published : May 28, 2020, 1:02 PM IST

ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા વીર સાવરકરની આજે જન્મજંયતિ છે, ત્યારે ચલો આજે તેમના વિશે કેટલીક જાણી-અજાણી વાતો વિશે માહિતી મેળવીએ...

વીર સાવરકરની જન્મ જયંતિ
વીર સાવરકરની જન્મ જયંતિ

અમદાવાદઃ વિનાયક દામોદર સાવરકર (જન્મ 28મી મે, 1883 - મૃત્યુ 26મી ફેબ્રુઆરી, 1966) ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા.જેથીતેઓ 'વીર સાવરકર' ના નામથી જાણીતા થયા. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા રાજનેતા પણ હતા.


તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો. તેમણે 1867ના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ’ નામની બુકમાં લખ્યો હતો.

29-6-1910ના રોજ “મોરિયા” નામના જહાજમાં વિનાયક કેદીના રૂપમાં ભારત પાછા ફરી રહ્યા હતા. તેમની ચોકી કરવા 10 અંગ્રેજ સોલ્જરો પણ સાથે હતા.પરંતુ તેઓ જહાજમાંથી કૂદી તરતા તરતા ફ્રાન્સની ધરતી પર પહોંચી ગયા અને ત્યાં તેમને પકડી લેવામાં આવ્યા. આવી સાહસપૂર્ણ બહાદુરી બતાવવા માટે લોકોએ તેમને વીરની ઉપાધિ આપી. હવે તે વીર સાવરકર થઈ ગયા.

20 જુલાઈ,1910ના રોજ જહાજ મારફતે તેમને મુંબઈ લાવવામાં આવ્યા. સેંકડોની ભીડ તેમને જોવા ઊમટી પડી. પોલીસે તેમને યરવડા જેલ મોકલી દીધા. ત્યાંથી ડોંગરી જેલમાં મોકલ્યા હતા.

દેશની આઝાદીની લડાઈના મહત્વના નાયક કહેવામાં આવતા વિનાયક દામોદર સાવરકરે પોતાના અંતિમ સમયમાં દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું.આ દવાઓ તેમની જીવતી રાખી શકતી હતી.આ ઉપરાંત તેમણે પાણી અને ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું.એમના વિશે કહેવામાં આવે છે કે, તેમણે ઈચ્છા મૃત્યુ પસંદ કર્યું હતું.

આજના દિવસે ભાજપના અનેક નેતાઓએ વીર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

ABOUT THE AUTHOR

...view details