ત્રણેય આરોપી છેલ્લા કેટલાય મહિનાથી વાહન ચોરીને અંજામ આપતા હતા. જેમાં પોલીસે આરોપીઓ પાસે થી 27 જેટલી ટુ વ્હીલર કબજે કરી છે. વાહન ચોરીને ડિટેક્શનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું. કે પોલીસને મળેલ બાતમીને આધારે 3 જણાની ધરપકડ કરવામાં આવી હતી .જેમાં વધુ પૂછપરછ કાર્ય બાદ આરોપીએ 27 ટુ વહીલર બાઈક અને મોપેડની ચોરી કબૂલી હતી. પોલીસે તેમની પાસેથી 27 જેટલા બાઈક અને મોપેડ ક્રાઈમ બ્રાન્ચે કબજે લીધા છે.
અમદાવાદમાં વાહનચોર ચોરગેંગ ઝડપાઇ, 27 જેટલા વાહનો કર્યા જપ્ત - શહેરમાં વાહન ચોરીઓની ફરિયાદ
અમદાવાદઃ શહેરમાં વાહન ચોરીની ફરિયાદોમાં વધારો થતો રહ્યો હતો. જેમાં પોલોસ દ્વારા ખાસ ટીમ બનાવીને પોલીસ કમિશ્નર દ્વારા વાહન ચોરી અટકાવવા માટેની ખાસ સૂચના આપવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટિમોની રચના કરીને પશ્ચિમ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
બાઈક એક્ટિવા ચોરગેંગ ઝડપાઇ, 27 જેટલા વાહનો કર્યા જપ્ત
પોલીસે આરોપીઓની મોડ્સ ઓપરેડનસી વિશે જણાવ્યું હતું. કે આરોપીઓ પૈકી વિપુલ રબારી પહેલા વાહનોની સિઝીગ કરવાનું કામ કરતો હતો. જેથી તેને વાહનોના લોક તોડવા અને ડુપ્લીકેટ ચાવીઓ થી ઉઠાંતરી કરવી તેનો બહોળો અનુભવ હતો. બીજા અન્ય બે મિત્રો સાથે તેને પશ્ચિમ વિસ્તારમાંથી વાહન ચોરી કરવાનું શરૂ કરયું હતુ. આમ ત્રણેય આરોપી જેમાં વિપુલ રબારી, ભરત દેસાઈ, અને કિરણ દેસાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.