ગુજરાત

gujarat

ETV Bharat / state

પુરાવા પર ભુપેન્દ્રસિંહનો વિરોધાભાસ, "સીક્રેસીનો મુદ્દો તો પાછળથી પણ આવાવાનો ને": હાઈકોર્ટ - high court

અમદાવાદઃ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પર ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીત થઈ હતી. તેમની આ જીતને કોંગ્રેસના અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી અને પુરાવા તરીકે રજૂ કરાયેલા વિવાદીત પોસ્ટલ બેલેટને સીઝ કરીને કોર્ટની કસ્ટડીમાં લેવા અને તેનું રેકાઉન્ટઇંગ કરવાની માગ કરતી અરજી કરવામાં આવી હતી. આ મુદ્દે શુક્રવારે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા વતી લેખિત જવાબમાં વિરોધાભાસી સીક્રેસીનો ઉલ્લેખ કરાતા કોર્ટે ટકોર કરી હતી કે, "સીક્રેસીનો મુદ્દો તો પાછળથી પણ આવાવાનો ને". આ મુદ્દે વધુ સુનાવણી અગામી 30મી જુલાઈના રોજ હાથ ધરાશે.

high court

By

Published : Jul 26, 2019, 8:13 PM IST

આ અગાઉ પણ અશ્વિન રાઠોડ દ્વારા રજૂ કરવામાં આવેલા વાધારાના નવા પુરાવવા પર ચૂંટણી અધિકારી ધવલ જાનીએ ઉલટ તપાસ માટે સંમતિ દર્શાવી ન હતી. અરજદાર દ્વારા જે પોસ્ટલ બેલેટને પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા તે મુદ્દે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના વકીલ દ્વારા લેખિત એફિડેવિટ રજૂ કરાઈ હતી. અગાઉ કોર્ટે આપેલા ચુકાદામાં આ મુદ્દે ગુંજાશ બાકી રહેતા અશ્વિન રાઠોડે કોર્ટમાં રજૂ કરાયેલા નવા પુરાવા પર ચુંટણી અધિકારી ધવલ જાનીએ ઉલટ તપાસની માગ કરતા કોર્ટે એસ.વી રાજુ આ તપાસમાં સહયોગ કરશે કે નહીં તે મુદ્દે લેખિતમાં એફિડેવિટ રજુ કરવાનો આદેશ કર્યો હતો.

તેથી હાઈકોર્ટે ચૂંટણી અધિકારી ધવલ જાનીની માગને માન્ય રાખી અરજદાર અને ધોળકા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડની ઉલટ તપાસ કરી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, પુનઃમતગણતરી માટે બે વખત લેખિત વાંધા અરજી કરી હોવા છતાં ચૂંટણી અધિકારી ધવલ જાનીએ ધ્યાને લીધી નથી. તેમની આગેવાનીમાં ચાર-પાંચ ચૂંટણી અધિકારી પોસ્ટલ બેલેટનું કાઉન્ટીંગ અને રિજેક્ટ કરતા અને અલગ-અલગ ખાનામાં બેસીને કાર્ય કરતા હતા. દસ મત-પત્રક જે જાનીને બતાવવામાં આવ્યા હતા તેના પર સહી ન લેવામાં આવી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સાક્ષી તરીકે જુબાની આપવા આવેલા ચૂંટણી અધિકારી ધવલ જાનીની ભુમિકા કોર્ટને શંકાસ્પદ લાગતા તેમને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા અને કોર્ટે જાનીને કેસને લગતો વલણ લેખિતમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ ઉમેદવાર અને અરજદાર અશ્વિન રાઠોડની ઉલટ તપાસની માગ કરી હતી. અગાઉની સુનાવણીમાં ચૂંટણી પંચ તરફથી વકીલે પક્ષકાર ધવલ જાની અને વિનિતા બોહરા વિરુદ્ધ કાર્યવાહીના પગલા લેવા અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય સચિવને પરિપત્ર લખી જાણ કરી હોવાની દલીલ કરી હતી. જેની સામે હાઇકોર્ટે કહ્યું હતું કે, અમે ચૂંટણીને આવા કોઈ સબમિશન કરવાની ફરજ પાડી ન હતી. ચૂંટણી પંચે આ અંગે હાઇકોર્ટમાં વધુમાં કહ્યું હતું કે, મત-ગણતરીની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે, તે મામલે પરિપત્ર દેશના તમામ રાજ્યના મુખ્ય સચિવને મોકલી દેવાયા છે.

આ કેસમાં છેલ્લા ત્રણ મુદતથી રિટર્નિંગ ચૂંટણી અધિકારી ધવલ જાનીની જુબાની ચાલી રહી હતી, જેમાં તેઓ હાઈકોર્ટ સમક્ષ યોગ્ય ખુલાસો ન કરી શકતા હાઈકોર્ટે તેમને પક્ષકાર બનાવી દીધા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર રિટર્નિંગ ઓફિસર તરીકે કાર્યરત ધવલ જાનીએ પોતાની જુબાનીમાં કહ્યું હતું કે, 429 પોસ્ટલ બેલેટ મત ચૂંટણી પંચના નિયમો વિરૂદ્ધ હોવાથી તેમને રદ જાહેર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details