ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Crime : ભાવનગરમાં માર મારવાથી ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું, બનાવ હત્યામાં પલટાતાં આરોપીઓની ધરપકડ - ભાવનગર પોલીસે

ભાવનગરમાં 17 તારીખે ઘરે જઈ રહેલા શખ્સને ત્રણ શખ્સોએ માર મારીને હોસ્પિટલ પહોંચાડી દીધો હતો. ત્યારે ચોથા દિવસે યુવકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. ભાવનગર પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી છે. જો કે બનાવ પાછળનું નજીવું કારણ હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

Bhavnagar Crime : ભાવનગરમાં માર મારવાથી ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું, બનાવ હત્યામાં પલટાતાં આરોપીઓની ધરપકડ
Bhavnagar Crime : ભાવનગરમાં માર મારવાથી ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું, બનાવ હત્યામાં પલટાતાં આરોપીઓની ધરપકડ

By

Published : Jul 20, 2023, 10:06 PM IST

ભાવનગર : ભાવનગર શહેરમાં 17 તારીખે ઘરે જઈ રહેલા શખ્સને ત્રણ શખ્સોએ માર મારીને હોસ્પિટલ પોહચડી દીધો હતો. નનાવ બાદ બીજા દિવસે ફરિયાદ નોંધાઇ હતી. બનાવના ચોથા દિવસે યુવકે દમ તોડતા પોલીસે તાત્કાલિક આરોપીને પકડી પાડ્યા છે.જો કે બનાવ પાછળનું કારણ નજીવું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

માર મારવાનો બનાવ હત્યામાં પલટાયો : ભાવનગર શવાહરના સુભાષનગર સ્મશાન પાસે ત્રણ દિવસ પહેલા યુવક પર પાઇપ ધોકા વડે હુમલો થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાન ત્રણ દિવસથી ઇજાગ્રસ્ત હાલતે સારવારમાં હતો જેણે આજે સર રી હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો. આમ માર મારવાની ઘટના હત્યામાં પરિણમી છે. જો કે ઘટના પાછળનું કારણ જાણવા જેવું છે. ત્રણ દિવસથી આરોપીઓ હાથવેંતથી દૂર હતા. પરંતુ સારવારમાં યુવકનું મૃત્યુ થતા ભાવનગર પોલીસે તાત્કાલિક ત્રણ શખ્સોને ઉઠાવી લીધા હતા.

જે બનાવ આજ બની ગયો છે એટલે ભાવનગર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે પૂછપરછ હેતુ ત્રણેય શખ્સોને ઉઠાવી તપાસ આદરી છે. જો કે સમગ્ર ઘટના મારામારી બાદ હત્યામાં પરિણમી છે...ભાવેશ શીંગરખીયા(એલસીબી પોલીસ અધિકારી )

ક્યારે બન્યો હતો બનાવ અને શું થયું હતું : ભાવનગર શહેરના સુભાષનગર મુખ્યમંત્રી આવાસમાં રહેતા રવિ રમેશભાઈ બારૈયા 17 તારીખના રોજ તિલકનગરથી નીકળીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સુભાષનગર સ્મશાન પાસે આવતા ત્રણ શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. બંને પગમાં પાઇપ મારવામાં આવ્યા હતા અને હાથ ઉપર ધોકા મારવામાં આવ્યા હતા. બનાવ બાદ આસપાસના લોકોને જાણ થતાં 108 મારફત રવિભાઈને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

હત્યા પાછળનું નજીવું કારણ હોવાનું ફરિયાદમાં નોંધાયું

ફરિયાદ ત્રણ શખ્સો સામે નોંધાઇ કારણ દર્શાવાયું : 17 તારીખની ઘટના બાદ રવિભાઈ સર ટી હોસ્પિટલમાં સારવારમાં હતાં. ત્યારે 18 તારીખે રવિભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે તિલકનગરથી ઘરે સુભાષનગર ઘરે જતા સમયે સ્મશાન પાસે વિશાલ મકવાણા,રવિ મકવાણા અને તેનો નાનો ભાઈ ઉભા હતા. જેને ઉભા રાખીને રવિભાઈ બારૈયાના પિતાએ અગાઉ કરેલી ફરિયાદની દાઝ રાખીને પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પોહચાડી હતી. આથી સર ટી હોસ્પિટલમાં સારવારમાં આવ્યા છીએ. સામાન્ય બાબતની દાઝ રાખીને મૂઢ માર મારવામાં આવ્યો હતો.

સારવાર દરમ્યાન ભોગ બનનારનું મોત, હવે પોલીસ પગલાં શું : ભાવનગર શહેરમાં 17 તારીખના રોજ રવિ રમેશભાઈ બારૈયા ઉપર થયેલા હુમલાને પગલે 18 તારીખના નોંધાયેલી ફરિયાદ બાદ આજ દિન સુધી આરોપીઓ ફરાર હતા. અનુસૂચિત જાતિમાં આવતા મૃતકના પરિવારે રવિભાઈના મૃત્યુ બાદ જ્યાં સુધી આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો.

  1. Ahmedabad Crime: અમદાવાદમાં સફાઈ કામદાર મહિલાની હત્યા, નોકરીના સ્થળથી મળ્યો મૃતદેહ
  2. Vadodara Crime : વડોદરામાં બે દીકરીની હત્યા કરનાર માતાને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા...
  3. Ahmedabad Crime News: ખોખરામાં યુવકની હત્યા મામલે 3 આરોપીઓની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details