ગુજરાત

gujarat

ETV Bharat / state

2.5 કરોડના બોન્ડ પર ભટ્ટનાગર બંધુના 4 માસના જામીન મંજૂર - ગુજરાત હાઈકૉર્ટના મહત્વના કેસ

અમદાવાદઃ વડોદરા સ્થિત DPIL રૂપિયાની છેંતરપીંડી કરનાર ભટ્ટનાગર બંધુ, સુમિત અને અમિત ભટ્ટનાગરે હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. જેને જસ્ટીસ સોનિયા ગોકાણીએ આશિંક માન્ય રાખતા બંને આરોપીઓને 2.5 કરોડ રૂપિયાના પર્સનલ બોન્ડ પર 4 મહિના વચ્ચગાળા જમીન મંજુર કર્યા છે. હાઈકોર્ટે નોંધ્યું કે કેસની તપાસમાં હજી વધુ તથ્યો બહાર આવી શકે છે ત્યારે રેગ્યુલર જામીન આપી શકાય નહિ.

gujarat high court

By

Published : Oct 4, 2019, 7:24 PM IST

:અરજદારના વકીલે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કેસની તપાસમાં હજી એક વર્ષ જેટલો સમય લાગી શકે જેથી આરોપીઓને કસ્ટડીમાંથી મુક્ત કરી તેમના જામીન મંજુર કરવામાં આવે. અગાઉ હાઈકોર્ટ દ્વારા બંને આરોપીઓના 3 મહિનાના વચ્ચગાળા જામીન મંજુર કરવામાં આવ્યા હતા અને આ સમયગાળા દરમિયાન આરોપીઓ તરફે કોઈપણ દુર-વ્યવહાર કે શરતોનો ભંગ કર્યો નથી.

આ મુદે સીબીઆઈ તરફે દાખલ કરવામાં આવેલા સોંગદનામામાં દલીલ કરી હતી કે વર્ષ 2007 થી 2018 સુધીમાં આરોપીઓની કંપની દ્વારા વિવિધ ફંડ મેળવ્યા છે જેની તપાસ હાલ બાકી છે. આ કેસની તપાસ બાકી છે ત્યારે આરોપીઓના જામીન મંજુર કરવામાં આવે તો પુરાવવા સાથે ચેંડા કરી શકે અથવા સાક્ષીઓને પણ પ્રભાવિત કરી શકે છે. આ કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીઓ અને અન્ય લોકોને શોધવા મુશ્કેલ થઈ જશે.

ગત વર્ષ માર્ચ 2018માં સીબીઆઈએ ભટ્ટનાગર બંધુઓ વિરૂધ 11 બેંક જોડે કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details