ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવનાર આરોપીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

ભરૂચમાં 100 જેટલા આદિવાસીઓના ધર્મ પરિવર્તનના (Accused of converting)વિવાદના મામલે ગુજરાત હાઈકોર્ટે આરોપી મૌલવીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટે આરોપી મૌલવી અબ્દુલ વારીયાને આગોતરા જામીન આપવા ઇન્કાર કરી દીધો છે.

ભરૂચમાં આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવનાર આરોપીની  જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
ભરૂચમાં આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવનાર આરોપીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

By

Published : Apr 5, 2022, 1:35 PM IST

અમદાવાદઃભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયુ હતું. લોકોને લાલચ આપીને આરોપી મૌલવીએ ધર્મ પરિવર્તન કરાવી તેમને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે ફરજ પાડવામાં આવી હતી. જે મામલે આરોપી મૌલવી અબ્દુલ વારીયાએ હાઇકેર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. મૌલવી ને હાઇકેર્ટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે.

અરજી હાઇકોર્ટે ફગાવી

આમોદના કાંકરિયા ગામે ધર્માંતરણનો કિસ્સો -ફરિયાદી પક્ષના વકિલ રોમીલ(Tribals lured to convert ) કોડિકર એ જણાવ્યું કે , ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામે વર્ષ 2021 નવેમ્બર મહિનામાંધર્માંતરણનો કિસ્સાસામે આવ્યો હતો. જેમાં હિન્દુ પરિવારોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી તેમને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે ફરજ પાડવામાં આવી હતી.

આ પણ વાંચોઃડરાવી, લાલચ આપી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવનારાઓને જ કાયદાથી ડરવાની જરૂર : એડવોકેટ જનરલ

પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરાયું -આ તમામ આદિવાસીઓને રોકડ, અનાજ, ફર્નિચર, ઘરવખરી વિગેરેના પ્રલોભનો આપીને 100 જેટલા આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરાયું હતું. ધર્મ પરિવર્તન બાદ હિન્દૂ ધર્મમાં પાછા આવવાની ઇચ્છા ધરાવતા આદિવાસીઓને જાનથી મારી નાખવાની અપાતી હતી ધમકીઓ આપવામાં આવતી હતી. હાલ ઘણા લોકોને આ મામલે પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે.

આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં -જેની ગુજરાત હાઈકોર્ટે નોંધ લઇને આરોપી મૌલવીના આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આ સમગ્ર મામલે કોર્ટે અવલોકન કર્યું છે કે આ પ્રકારના કિસ્સામાં પ્રલોભન કે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા અને ત્યાર બાદ લોકોને જાનથી મારી નાખવાના કિસ્સામાં આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં.
આ પણ વાંચોઃReligion Conversion in junagadh : કેશોદના જાદવ પરિવારે હિંદુ ધર્મ છોડ્યો, હજુ વધુ પરિવારો કરશે ધર્મ પરિવર્તન

ABOUT THE AUTHOR

...view details