ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાર્ગવી શાહે 3 FIR સામે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી - ભાર્ગવી શાહ

અમદાવાદઃ શહેરના લોકોની 260 કરોડ રૂપિયાની છેંતરપીંડી કરનાર આર્ચર કેર કંપનીના માલિક વિનય શાહની પત્ની અને ગુનામાં સહ-આરોપી ભાર્ગવી શાહ દ્વારા વસ્ત્રાપુર, નિકોલ અને અન્ય એક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા FIR સામે જામીન અરજી દાખલ કરી છે. આ મામલે 24મી ડિસેમ્બરના રોજ વધું સુનાવણી હાથ ધરવામાં આવશે.

ભાર્ગવી શાહે ત્રણ FIR સામે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી
ભાર્ગવી શાહે ત્રણ FIR સામે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી

By

Published : Dec 23, 2019, 11:03 PM IST

અમદાવાદ શહેરના જુદા-જુદા ત્રણ પોલીસ સ્ટેશનમાં ભાર્ગવી શાહ પર છેંતરપીંડીની નોંધાયેલી 4 FIR પૈકી ત્રણ FIR સામે ભાર્ગવી શાહ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી છે. અગાઉ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં હાઈકોર્ટે ભાર્ગવીના જામીન મંજુર કર્યા હતા. હવે અન્ય ત્રણ FIR સામે હાઈકોર્ટમાં જામીન દાખલ કરી છે. ભાર્ગવી વિરૂધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બે, નિકોલમાં એક અને અન્ય એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ભાર્ગવી શાહે ત્રણ FIR સામે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી

અગાઉ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે તમામ પોલીસ ફરિયાદ સામે ભાર્ગવી શાહના જામીન ફગાવ્યા હતા. જેની સામે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એ.વાય. કોર્ટે ગુજરાત ન છોડવાની શરતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી એક FIRમાં ભાર્ગવીના જામીન મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીયય છે કે, ઓન-લાઈન માર્કેટિંગ થકી લોકોને પૈસાની લાંલચ આપી વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ પર લોકો સાથે કરોડો રૂપિયાની છેંતરપીંડીનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે ઓફિસમાં વિનય શાહ અને ભાર્ગવી શાહની હાજરીમાં ફરિયાદીએ 1 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું, જો કે, તેના પછી કોઈ લાભ ન મળતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details