ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ સમક્ષ સરેન્ડર બાદ ભાર્ગવી શાહને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અલગ અલગ ગુન્હા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. તમામ ગુનામાં રિમાન્ડ પુરા થઈ ગયા બાદ ભાર્ગવી દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે.
260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્નિ ભાર્ગવી શાહની જામીન અરજી કોર્ટે ફગાવી
અમદાવાદ: 260 કરોડ રૂપિયાની છેતરપીંડી કરનાર વિનય શાહની પત્નિ ભાર્ગવી શાહની જામીન અરજી અંગે સોમવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ચીફ જસ્ટિસ એ.સી જોશીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે ભાર્ગવી શાહની જામીન અરજી ફગાવી દીધી છે.
સીઆઇડી ક્રાઇમના વકીલ પ્રવીણ ત્રિવેદીએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, કોર્ટમાં હાજર મહિલા ભાર્ગવી શાહ 260 કરોડનું ફુલેકુ કરનાર વિનય શાહના પત્નિ છે. સ્વાપનીલ રાજપૂત સાથે 1 કરોડ રૂપિયાની લેવડદેવડ અંગે પણ તપાસ ચાલી રહી છે. જો જામીન આપવામાં આવે તો કેસને નુકસાન પોહચી શકે છે જેથી જામીન ના-મંજુર કરવામાં આવે. ભાર્ગવી શાહ વિરૂધ ચાર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકો સાથે છેતરપીંડી કરવાના ગુન્હા દાખલ થયેલા છે. અગામી દિવસોમાં ભાર્ગવી શાહ જામીન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવે એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.