ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે વિરમગામમાં બાઇક રેલી યોજાઈ - બાઈક રેલી

વિરમગામ સુથારફળી ચોકમાંથી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઈક રેલી યોજીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામ તાલુકા અને શહેરમાં સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરી અને યુવાનોના પ્રેરણાસ્ત્રોતની જ્યારે જન્મ જયંતિ હોય ત્યારે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે વિરમગામમાં બાઇક રેલી યોજાઈ
ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે વિરમગામમાં બાઇક રેલી યોજાઈ

By

Published : Jan 12, 2021, 5:13 PM IST

● ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઈક રેલી યોજી
● યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી બાઇક રેલીનું પ્રસ્થાન કરાયું
● સ્વામી વિવેકાનંદજીને ભારતના પ્રથમ રાષ્ટ્ર નિર્માતાઓ પૈકી એક ગણવામાં આવે છે

વિરમગામઃ વિરમગામ સુથારફળી ચોકમાંથી સ્વામી વિવેકાનંદજીની 158મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીને બાઇક રેલી યોજી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વામી વિવેકાનંદજીને વિરમગામ તાલુકા અને શહેર ભાજપ કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો દ્વારા બાઈક રેલી યોજી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી બાઇક રેલીનું પ્રસ્થાન કરાયું
  • સ્વામી વિવેકાનંદ વિશે થોડુંક

આપને જણાવીએ કે સ્વામી વિવેકાનંદનો જન્મ 1863માં કોલકાતામાં થયો હતો. માતાપિતાએ સીંચેલી બૌદ્ધિક અને ધાર્મિક વિચારસરણીની તેમના પર ઊંડી અસર રહી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યાં અને તેમના શિષ્ય બની ગયાં હતાં. રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું. ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન 1897માં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્રનિર્માતાઓ પૈકી એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચન્દ્ર બોઝ, અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રીય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ જોવા મળે છે.

  • વિરમગામના અગ્રણીઓ હાજર રહ્યાં

સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરવા પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા,પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ,કિરીટસિંહ ગોહિલ, નરેશભાઇ શાહ,રીનાબેન પંડ્યા,દીપકભાઈ ડોડીયા,ગિરીશભાઈ મોરી,હિતેશભાઈ મુનસરા, નીલેશભાઈ ચૌહાણ વગેરે આખા વિશ્વમાં જેમણે ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી બાઇક રેલી પ્રસ્થાન કરી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો બહુ મોટી સંખ્યામાં બાઈક રેલીમાં જોડાયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details