અમદાવાદમાં અમિત શાહના સ્વાગત માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી - gujarat'
અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આવવાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તેમજ અમિત શાહ ગાંધીનગર લોકસભાની બેઠકથી ઉમેદવારી નોંધવાના છે. અમિત શાહના સ્વાગત માટે મહિલાઓ પણ મોટી સંખ્યામાં પહોંચી છે.લોકસભાની ચૂંટણીમાં ફરી એક વાર ભાજપને 26 માંથી 26 બેઠક પર જીત થશે તેવું પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
સ્પોટ ફોટો
અમિત શાહ અમદાવાદમાં નારાણપુરથી ઘાટલોડિયા પ્રભાતચોક સુધી રોડ શૉ પણ યોજાવવાનો છે. અને તે ઉપરાંત તેઓએ સભા પણ સંબોધી હતી. ઘાટલોડિયાના પ્રભાત ચોક ખાતે અમિત શાહનો રોડ શૉ જ્યાં પૂર્ણ થશે ત્યાં કાર્યકર્તાઓ તેમના સ્વાગત માટે પહોંચ્યા છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.