ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ આપ્યો છે. તેમણે કોંગ્રેસના બેફામ નિવેદનો અને કાર્યોની ઝાંટકણી કાઢતા કહ્યું કે, “દંભી કોંગ્રેસ રાષ્ટ્રવાદ રૂપી ઝેરી ઇન્ઝેકશનથી પ્રજાને મૂર્છીત કરી રહી છે. દેશની પ્રજાના મન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ કરતાં હોવાથી કોંગ્રેસને ઇર્ષા આવી રહી છે. આથી તે બેજવાબદારીભર્યુ વલણ દાખવી રહી છે.”
પરેશ ધાનાણીના ટ્વીટ પર ભરત પંડ્યાએ કર્યા પ્રહાર - Gujarat
અમદાવાદઃ ગુજરાતના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના પરેશ ધાનણીના ટ્વીટ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના મનમાં કુવિચારો અને નકારત્મકતા ભરેલી હોવાથી તે પોતાની હાર પચાવી શકતી નથી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, “કોંગ્રેસને સુપ્રિમ કોર્ટ, ચૂંટણીપંચ, EVM, બંધારણીય વ્યવસ્થા અને મિડીયા કે પ્રજા ઉપર વિશ્વાસ રાખ્યા વિના જૂઠ્ઠાં આક્ષેપો કરતી રહે છે. હમેશાં ભાજપા સરકારના વિકાસ કાર્યો પર નકારત્મકતા દર્શાવે છે. સરદાર પટેલની વિરાટ પ્રતિભાને 'ભંગાર' શબ્દ સાથે સરખાવીને ગુજરાતની જનતાનું અપમાન કર્યુ હતું,. આટલું ઓછું હોય તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આતંકવાદી મસૂદને “મસૂદજી” કહીને બોલાવે છે, ત્યારે કોંગ્રેસના નેતા આતંકવાદી ઓસામાને “ઓસામાજી” કહીને બોલાવે છે. પણ જ્યારે વડાપ્રધાન મોદી સર્જીકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદનો ખાતમો કરે છે. તે વખતે કાર્ય પર પ્રશ્ન ઉઠાવે છે. માટે કોંગ્રેસે રાષ્ટ્રવાદની અને વિકાસની વાતો કરવી જોઇએ નહીં.”
તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરી મૂર્ખ બનાવતા આવડે છે બસ. એટલે હવે આપણે જ કોંગ્રેસને કહેવું જોઇએ કે, બસ હવે બઉં થયું. હવે કોઇ તેમના ઠાલા વચનો માનશે નહીં. માટે તે જૂઠ્ઠું બોલવાનું બંધ કરે.”