વાયુ વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને એલર્ટ જાહેર કરાયું છે. આવનારા 24 થી 48 કલાક આ સંકટ ગુજરાત ઉપર રહેલું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ એ પણ આ વાયુ વાવાઝોડામાં લોકોની મદદ માટે ટેલિફોન સેવા શરુ કરી છે. જે જરૂરિયાતમંદ વિસ્તારોમાં એક ફોનથી મદદ મળી રહે, તે પ્રકારે તૈયારી કરવામાં આવી છે. જયારે બંને પક્ષના પ્રદેશ પ્રમુખોએ દરેક જિલ્લા અને તાલુકા ઉપર તેમના કાર્યકર્તાઓને પણ સૂચના આપી છે કે, આવા સમયે કુદરતી આફતના અસરગ્રસ્તોને તમામ પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવે અને તંત્ર સાથે ખડે પગે રહી જેમ બને તેમ લોકોની પડખે રહી બચાવ કામગીરી હાથ ધરે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાની તમામ બેઠકો રદ કરી રાજકોટ અને સૌરાષ્ટ્રની મુલાકાત કરી આગામી તૈયારીઓ માટે પ્રવાસ કરશે, સાથે જ કંટ્રોલ રૂમ માટેની વ્યવસ્થાઓ માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરું પાડશે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉભા કરાયેલ કંટ્રોલ રૂમના નંબર