ગુજરાત

gujarat

આજથી ગુજરાત વિધાનસભાનું 5 દિવસીય ચોમાસુ સત્ર મળશે

By

Published : Sep 21, 2020, 10:45 AM IST

આજથી 5 દિવસીય ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. જે દરરોજ 10 કલાક જેટલી કામગીરી કરશે. કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં લોકડાઉન બાદ, આ પ્રથમ સત્ર મળશે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આપેલી સૂચના પ્રમાણે વિધાનસભાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સૌપ્રથમ દરેક ધારાસભ્યએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવીને રિપોર્ટ નેગેટિવ હોય તેમને જ વિધાનસભામાં પ્રવેશ મળશે.

Ahmedabad assembly session
આજે ગુજરાત વિધાનસભાનું 5 દિવસીય ચોમાસુ સત્ર મળશે

અમદાવાદ : આજથી 5 દિવસીય ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. જે દરરોજ 10 કલાક જેટલી કામગીરી કરશે. કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં લોકડાઉન બાદ, આ પ્રથમ સત્ર મળશે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આપેલી સૂચના પ્રમાણે વિધાનસભાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સૌપ્રથમ દરેક ધારાસભ્યએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવીને રિપોર્ટ નેગેટિવ હોય તેમને જ વિધાનસભામાં પ્રવેશ મળશે. આ નિયમ વિધાનસભામાં અધિકારીઓ ઉપરાંત તેની સાથે સંકળાયેલા કર્મચારીઓને પણ લાગુ પડશે. વિધાનસભાની બેઠક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો અડધા જેટલી ધારાસભ્યોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે.

આજે ગુજરાત વિધાનસભાનું 5 દિવસીય ચોમાસુ સત્ર મળશે
વિધાનસભા સત્રના પ્રથમ દિવસની કામગીરીની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જેમનું તાજેતરમાં જ નિધન થયું છે. તે ઉપરાંત જે ધારાસભ્યો, સંસદસભ્યો, સહિતના કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓ શોકાંજલી આપવામાં આવશે. પ્રથમ સેશનમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડવામાં આવેલ છે કે, ધારાસભ્યોના પગારમાં 30 ટકા કાપ કરવામાં આવશે, તેને રદ કરતો પ્રસ્તાવ મુકવામાં આવશે. ત્યારબાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને GST સુધારા વિધેયકને લઈને ચર્ચા કરવામાં આવશે.બીજા સેશનમાં જે ટૂંકા પ્રશ્નોત્તરીકાળ હશે, તેની અંદર કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા પોરબંદરમાં પાકિસ્તાન મરીન કમાન્ડો જે પ્રમાણે ભારતીય ખલાસી અને બોટોનું અપહરણ કર્યું છે, તે મુદ્દો ઉઠાવવામાં આવશે. નવસારી જિલ્લામાં રસ્તાઓ વરસાદમાં ધોવાઈ જવાની મુદ્દો ઉઠાવશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ગાયોને છોડી મૂકવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. જરૂર જણાયે જાહેર મહત્વના મુદ્દા ઉપર મુખ્યપ્રધાન વક્તવ્ય આપશે.ગુજરાતના જુદા-જુદા નિગમ અને જાહેર કંપની ઉપર ઓડિટીંગ હિસાબ ગૃહમાં રજૂ થશે અને છેલ્લે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કે, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા કોરોના વાઇરસની કામગીરી સાથે સંકળાયેલ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવશે. સમગ્ર દેશમાં અત્યારે કેન્દ્ર દ્વારા સંસદમાં પસાર કરાયેલ કૃષિ વિધેયકને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને પણ વિરોધ પક્ષ સરકારને ઘેરે તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details