ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપને કોનો ડર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ત્રણ સ્તરનો સર્વેક્ષણ શરૂ કરાવ્યો - Gujarat assembly elections

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપે ત્રિસ્તરીય સર્વેક્ષણ શરૂ કર્યું છે. જે સર્વેક્ષણ એક મહિનામાં પૂર્ણ કરવા ટાર્ગેટ આપ્યો છે. પહેલી વાર કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટી પર નજર મંડાઈ છે. આ ચૂંટણી પહેલાનો સર્વે પાર્ટીના જ કેટલાક નેતાઓને સોંપવામાં આવ્યો છે. Gujarat Assembly election 2022, Bharatiya Janata Party, Aam Aadmi Party

ભાજપને કોનો ડર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ ત્રણ સ્તરનો સર્વેક્ષણ શરૂ કરાવ્યો
ભાજપને કોનો ડર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ ત્રણ સ્તરનો સર્વેક્ષણ શરૂ કરાવ્યો

By

Published : Aug 26, 2022, 4:20 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly election 2022)આચારસંહિતા લાગુ થવાને આડે હવે આશરે માત્ર 50 દિવસનો સમય રહી ગયો છે. ત્યારે ભાજપે ત્રિસ્તરીય સર્વેક્ષણ શરૂ કર્યું છે. જેમાં હાલ ભાજપની (Bharatiya Janata Party)શું સ્થિતી છે, અને કઈ બેઠક પર કોનો પ્રભાવ છે.

ચૂંટણી પૂર્વે ભાજપે ત્રિસ્તરીય સર્વે શરૂ કરાવ્યોગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે ત્રિસ્તરીય સર્વે (Election Survey)શરૂ કરાવ્યો છે. જે સર્વેક્ષણ એક મહિનામાં પૂર્ણ કરવા ટાર્ગેટ આપ્યો છે. પહેલી વાર કોંગ્રેસને (Gujarat Congress )બદલે આમ આદમી પાર્ટી પર નજર મંડાઈ છે. આમ આદમી પાર્ટીને( Aam Aadmi Party )કેટલી બેઠકો મળશે અને તેમનું પર્ફોમન્સ કેવું રહેશે તેનો સર્વે કરાશે.

ત્રણસ્તરીય સર્વેક્ષણ થશેચૂંટણી પહેલાનો સર્વે પાર્ટીના જ કેટલાક નેતાઓને સોંપવામાં આવ્યો છે. બીજુ સર્વે ખાનગી સંસ્થાઓને કહેવાયું છે. અને ત્રીજુ સ્ટેટ આઈબી પણ સર્વે કરીને રીપોર્ટ આપશે. એટલે કે ભાજપ ત્રણ સર્વેક્ષણ કરીને પછી જ યોગ્ય નિર્ણય લેશે.

આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશેસર્વેનું કામ સોંપાયું છે, તેમાં કોંગ્રેસને કેટલી બેઠકો મળશે, તેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી, પણ આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે, તે સર્વે કરવા કહેવાયું છે. ભાજપના સીનીયર નેતાઓ જાણે છે કે આ વખતે કોંગ્રેસ ત્રીજા નંબરે આવી જશે. જેથી અત્યાર સુધીમાં પહેલી વાર ભાજપ આમ આદમી પાર્ટીના પર્ફોમન્સને લઈને ચિંતિત બન્યો છે.

આ પણ વાંચોદિલ્હી આપના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર, ઇશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

સ્ટેટ આઈબીને શું કામ સોંપાયુંસ્ટેટ આઈબીને જે સર્વેનું કામ સોંપાયું છે, જેમાં વર્તમાન ધારાસભ્યો અને સંસદસભ્યોની કામગીરી બાબતે જાહેર જનતા અને વેપારી વર્ગ, કર્મચારી વર્ગ, મહિલાઓ, યુવાનો અને અન્ય સંસ્થાઓને પ્રશ્નો પુછવાની યાદી તૈયાર કરવામાં આવી છે. આ પ્રશ્નો યાદી સંગઠનના નેતાઓ અને ટોચના કાર્યકર્તાઓને તેમજ ખાનગી સંસ્થાઓ તેમજ એનજીઓને અપાઈ છે.

સરકારની યોજના અંગે પણ સર્વે થશેસરકારની વિવિધ યોજનાઓની લોકોના માનસ પર કેવી અસર થઈ છે. મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે જનતા શુ માની રહી છે. ધારાસભ્યો તમામ વિસ્તારની મુલાકાતે આવે છે કે નહી, તે પ્રશ્ન પણ પ્રશ્નાવલીમાં આવરી લેવાયો છે.

આ પણ વાંચોપાટીલ ભાઉએ કેજરીવાલને લીધા આડેહાથ, કહ્યું લોલીપોપ આપવાનું બંધ કરી દો

કેજરીવાલની પાંચ ગેરંટીની લોકમાનસ પર શું અસર2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો, પણ આ વખતે આમ આદમી પાર્ટી જોરમાં છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને શિક્ષણપ્રધાન મનીષ સિસોદીયા દર મહિને બેથી ત્રણ વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. અને લોકસંપર્કો વધાર્યા છે. ગુજરાતની ચારેય દિશામાં તેમણે પ્રચાર અને જનસંવાદ શરૂ કર્યો છે. તેમજ કેજરીવાલની પાંચ ગેરંટીની લોકોના માનસ પર શું અસર છે, તે પણ જાણવાનો પ્રયાસ ભાજપ કરશે. અને ભાજપ હવે આમ આદમી પાર્ટીના સવાલોના જવાબ આપવા પડી રહ્યા છે. આથી ભાજપ માટે 2022માં આમ આદમી પાર્ટી સાથે સીધો જંગ થાય તો નવાઈ નહી.

શું ભાજપે સ્ટ્રેટેજી બદલવી પડશેભાજપના ત્રિસ્તરીય સર્વેક્ષણ બાદ ભાજપે પોતાની રણનીતિ બદલવી પડે તેવું તારણ પણ નીકળી શકે છે. જો કે તાજેતરમાં ગુજરાત સરકારે બે કેબિનટ પ્રધાનોના ખાતા છીનવી લેવા પડ્યા છે. તેની પણ ભાજપની છબી પર વિપરીત અસર પડી છે. વિપક્ષોએ સરકાર પર માછલા ધોયા હતા. અને આવું ફરી ન થાય તેવું સર્વેનું તારણ બહાર આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details