- તમામ BAPS મંદિરો ભક્તો માટે બંધ
- વધતા જતા કોરોના સંક્રમણને કારણે લેવાયો નિર્ણય
- અમદાવાદમાં 60 કલાક સંપૂર્ણ કરફ્યૂ
અમદાવાદ : સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારોને લઇને લોકો ઉત્સાહિત હતા અને કોરોનાને ભુલી તહેવારોની ઉજવણી કરવામાં મગ્ન હતા. જે દરમિયાન લોકો કોવિડ ગાઇડલાઇનને નેવે મૂકીને બેદરકાર બન્યા હતા. જે કારણે શહેરમાં કોરોના સંક્રમણમાં ભયજનક વધારો થઇ રહ્યો છે અને શહેરમાં દરરોજ 200થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જે કારણે અમદાવાદના BAPS સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય દ્વારા શહેરના તમામ BAPS મંદિરો ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
કોરોના સંક્રમણ વધતા મંદિરો ફરી સુના
અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે, ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા BAPS સંપ્રદાય દ્વારા તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવા માટેનો લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કોરોના સક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ભક્તો સુપર સ્પ્રેડર ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાની વધતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાહીબાગ મંદિર અને શહેરના તમામ સંસ્કારધામ આગામી 30 નવેમ્બર સુધી દર્શનાર્થે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગળનો નિર્ણય લેવામાં આવશે.