અમદાવાદના શાહપુર વિસ્તાર અતિ સંવદનશીલ વિસ્તાર ગણવામા આવે છે. ઘણા સમયથી અહીંયા કોઈ પણ જાતનું કોમી છમકલુ થયુ નથી. પરંતુ, છેલ્લા પંદર દિવસમાં ત્રણ વખત શાહપુરની શાંતિ ડહોળવાનો પ્રયાસ અસામાજીક તત્વો દ્રારા કરાઈ રહ્યો છે. જેમાં એક વાર પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી તેમને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો.
શાહપુરમાં પોલીસની તકફેણમા બેનર લાગ્યા - શાહપુર વિસ્તાર
અમદાવાદ: શાહપુર જેવા સંવેદશીલ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થયો હતો. રંગીલા પોળમાં પણ સામસામે એક બીજા પર હુમલા થયા હતા. જે અંગે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. આ અંગે સ્થાનિકોએ પોલીસનો આભાર માનતા પોસ્ટર લગાવ્યા હતા.
શાહપુરમાં પોલીસની તકફેણમા બેનર લાગ્યા
બીજી વાર રંગીલા પોળ પાસે આવેસ આંબલી વાળી પોળ પર 3 દિવસ સતત અટકચાળો કરાયો હતો. જો કે પોલીસે સંયમ વર્તીને અસામાજીક તત્વોને પકડવાની કામગીરી શરુ કરી દીઘી છે. જેને બીરદાવતા પોસ્ટરો સ્થાનિક રહિશો દ્વારા લગાડવામાં આવ્યા છે. આ અંગ સ્થાનિક ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે વિધાનસભામાં પોલીસ વિરુદ્વ રજુઆત કરી હતી.
Last Updated : Jul 24, 2019, 5:27 PM IST