ગુજરાત

gujarat

ETV Bharat / state

બાંદ્રા જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા ઉપરથી ઉતરી, અનેક ટ્રેનો ડાયવર્ટ - ઉત્તર પશ્ચિમ રેલવે

રાજસ્થાનના પાલીમાં બાંદ્રા જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના (Bandra Jodhpur Express Train Accident in Pali )આઠ ડબ્બા સોમવારે સવારે 2.37 વાગ્યે પાટા પરથી ઉતરી પડ્યા હતાં.જેને લઇને ટ્રેનની અવરજવરમાં અસર પડી છે. આ સાથે 12 ટ્રેનના રુટમાં ફેરફાર (12 Train Root divert ) કરવામાં (Ahmedabad Railway Division )આવ્યો છે.

બાંદ્રા જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા ઉપરથી ઉતરી, અનેક ટ્રેનો ડાયવર્ટ
બાંદ્રા જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા ઉપરથી ઉતરી, અનેક ટ્રેનો ડાયવર્ટ

By

Published : Jan 2, 2023, 5:27 PM IST

ટ્રેનની અવરજવરમાં અસર પડી છે

અમદાવાદ રાજસ્થાનના પાલી જિલ્લામાં રેલવે દુર્ઘટના થઈ હતી. અહીં બાંદ્રા ટર્મિનલ – જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન (Bandra Jodhpur Express Train Accident in Pali ) ના આઠ ડબ્બા સોમવારે સવારે 2.37 વાગ્યે પાટા પરથી ઉતરી પડ્યા (Suryanagari Express Train Derail )હતાં. આ રેલવે દુર્ઘટના જોધપુર મંડળના ( North Western Railway ) રજકિયાવાસ – બોમદરા સેક્શન વચ્ચે થઈ હતી. જોકે, આ રેલવે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. મીડિયા રિપોર્ટ અનુસાર આ રેલવે દુર્ઘટમાં આશરે બે ડઝન લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો ફાટક એક કલાકથી વધુ બંધ રહેતા વાહનચાલકોએ રેલવે સ્ટેશને મચાવ્યો હોબાળો

11 કોચને અસર નોર્થ વેસ્ટર્ન રેલવેના ( North Western Railway ) સીપીઆરઓએ આ ઘટના (Bandra Jodhpur Express Train Accident in Pali ) વિશે જણાવ્યું કે, “બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે 11 કોચને અસર થઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફસાયેલા મુસાફરો માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.

આ પણ વાંચો Navsari: ગાંધી સ્મૃતિ ફાટક નજીક રેલવે ટ્રેક પર લોખંડની એંગલ થકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

ટ્રેનોની સ્પીડ લિમિટ વધારવાનો નિર્ણય ઉત્તર પશ્ચિમ રેલવે ( North Western Railway ) એ મુસાફરો અને સંબંધિત પરિવારના સભ્યો માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. લોકો આ નંબર પર સંપર્ક કરીને તેમના પરિવારના સભ્યો વિશે માહિતી મેળવી શકે છે. નોર્થ વેસ્ટર્ન રેલવેના સીપીઆરઓએ કહ્યું કે મુસાફરો અને તેમના સંબંધીઓ કોઈપણ માહિતી માટે *138* અને *1072* પર પણ સંપર્ક કરી શકે છે. જણાવી દઈએ કે રેલવે મુસાફરોને વિલંબથી બચાવવા માટે ટ્રેનોની સ્પીડ લિમિટ વધારવાનો નિર્ણય લીધો છે.

આ ટ્રેનો રદ કરવામાં આવી હતી (પ્રસ્થાન સ્ટેશનથી) 1. ટ્રેન નંબર 14821, જોધપુર-સાબરમતી ટ્રેન સેવા 02.01.23ના રોજ રદ કરાઈ અને 2. ટ્રેન નંબર 14822, સાબરમતી-જોધપુર રેલ સેવા 02.01.23ના રોજ રદ કરાઈ છે.

આ 12 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે 1. ટ્રેન નંબર 22476, 31.12.22ના રોજ કોઈમ્બતુરથી ઉપડનારી કોઈમ્બતુર-હિસાર ટ્રેન સેવાનું સંચાલન મારવાડ જંક્શન-મદાર-ફૂલેરા-મેરતા રોડ-બીકાનેર થઈને ડાયવર્ટ કરેલા રૂટ (12 Train Root divert ) દ્વારા કરવામાં આવશે. 2. ટ્રેન નંબર 14708, 01.01.23ના રોજ દાદરથી ઉપડતી દાદર-બીકાનેર ટ્રેન સેવા મારવાડ જંક્શન-મદર-ફૂલેરા-મેરતા રોડ પર ડાયવર્ટ કરવામાં આવશે. 3. ટ્રેન નંબર 22663, ચેન્નાઈ એગમોર-જોધપુર ટ્રેન સેવા 31.12.22 ના રોજ ચેન્નાઈ એગમોરથી ઉપડતી ટ્રેન સેવાને મારવાડ જંક્શન-મદાર-ફૂલેરા-મેરતા રોડ દ્વારા ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવશે. 4. ટ્રેન નંબર 19224, જમ્મુ તાવી-અમદાવાદ ટ્રેન સેવા 01.01.23 ના રોજ જમ્મુ તાવીથી ઉપડતી લુણી-ભીલડી-પાલનપુર ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે. 5. ટ્રેન નંબર 14801, 02.01.23ના રોજ જોધપુરથી ઉપડનારી જોધપુર-ઈન્દોર ટ્રેન સેવા જોધપુર-મેરતા રોડ-ફૂલેરા-માદર-ચંદેરિયા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે. 6. ટ્રેન નંબર 15013, જેસલમેરથી 02.01.23ના રોજ ઉપડનારી જેસલમેર-કાઠગોદામ ટ્રેન સેવા જોધપુર-મેરતા રોડ-ફૂલેરા થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે. 7. ટ્રેન નંબર 14707, 02.01.23 ના રોજ બીકાનેરથી ઉપડતી બિકાનેર-દાદર ટ્રેન સેવા લુણી-ભીલડી-પાટણ-મહેસાણા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.

રુટ પણ બદલાયા છે8. ટ્રેન નંબર 16312, કોચુવલી-શ્રીગંગાનગર ટ્રેન સેવા 31.12.22 ના રોજ કોચુવલીથી ઉપડતી મહેસાણા-પાટણ-ભીલડી-લુણી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ (12 Train Root divert ) દ્વારા ચલાવવામાં આવશે. 9. ટ્રેન નંબર 11090, પુણેથી 01.01.23ના રોજ ઉપડનારી પુણે-ભગત કી કોઠી ટ્રેન સેવા મહેસાણા-પાટણ-ભીલડી-લુણી વાયા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે. 10. ટ્રેન નંબર 15014, 01.01.23 ના રોજ કાઠગોદામથી ઉપડનારી કાઠગોદામ-જેસલમેર ટ્રેન સેવા ફૂલેરા-મેરતા રોડ ડાયવર્ટ કરવામાં આવશે. 11. ટ્રેન નંબર 19223, અમદાવાદ-જમ્મુ તાવી ટ્રેન સેવા અમદાવાદથી 02.01.23ના રોજ ઉપડતી મહેસાણા-પાટણ-ભીલડી-લુણી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે. 12. ટ્રેન નંબર 14802, 02.01.23 ના રોજ ઈન્દોરથી ઉપડનારી ઈન્દોર-જોધપુર ટ્રેન સેવા બદલાયેલા રૂટ પર ચંદેરિયા-મદાર-ફૂલેરા-મેરતા રોડ થઈને ચલાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details