ગુજરાત

gujarat

ETV Bharat / state

રામોલ દુષ્કર્મ કેસના આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા - gujaratinews

અમદાવાદ: રામોલ દુષ્કર્મ કેસના આરોપી નરેન્દ્ર પારેખની જામીન અરજી બુધવારે સેશન્સ કોર્ટના જજ વી. જે. કલોતરાએ ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. જેમાં આરોપીના વકીલ તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.

રામોલ દુષ્કર્મ કેસના આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

By

Published : May 15, 2019, 10:51 PM IST

આ રજૂઆતમાં નરેન્દ્ર પારેખ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું નથી. પીડિતા તરફથી 8 મહિના મોડી ફરિયાદનું કારણ સ્પષ્ટ આપી શકાયું નથી. પીડિતા યુનિવર્સિટીના કામકાજના ભાગરૂપે વારંવાર ફોન કરતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા નથી તેમજ DNA પણ મેચ થયા નથી.

બીજી બાજુ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, દુષ્કર્મ થયું અને આરોપી નરેન્દ્ર પારેખ દ્વારા કરવામાં આવ્યું તેના પૂરતા પુરાવા છે. મૃત બાળક અને આરોપીનો DNA પણ મેચ થયો છે. જો આવા આરોપીને અત્યારે જામીન આપવામાં આવે તો સમાજ અને કેસ પર તેની વિપરીત અસર પડી શકે છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, રામોલની યુવતીને બીજા વર્ષની ATKT પાસ કરાવવાની લાલચ આપી આરોપી અંકિત ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે અન્ય ત્રણ નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીડિતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે પીડિતાએ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે મૃત બાળકનો DNA ફરાર આરોપીઓના માતા-પિતા સાથે કર્યો હતો. જેમાં યુવતી સવા મહિનાથી એલ. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, જ્યાં તેની તબિયત બગડતા તેનું મોત થયું હતું. યુવતીના મોત બાદ પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details