Baba Bageshwar In Gujarat: ગુજરાતના લોકો દાનવીર છે, મને ગુજરાતના ફાફડા બઉ ગમ્યા અમદાવાદઃબાબા બાગેશ્વરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મને ફાફડા સૌથી વધુ ગમ્યા છે. આ ગુજરાતના લોકો ખૂબ જ દાનવીર હોય છે. તે બાબત ખૂબ ગમી છે. આવનાર દિવસોમાં હું સાળંગપુર હનુમાનના દર્શને પણ જઈશ. ગુજરાતના પવિત્ર યાત્રાધામો પર મુલાકાત લઈશ. જોકે, અમદાવાદમાં એમનો એક દિવસીય કાર્યક્રમ અનિવાર્ય સંજોગને કારણે રદ્દ કરી દેવામાં આવ્યો હતો.
મોટી અપીલ કરીઃઅમદાવાદના ચાણક્યપુરીમાં યોજાનાર દિવ્ય દરબારમાં હજારોની સંખ્યામાં સમર્થકો અને ભક્તો એકઠા થઈ જતા બાબા બાગેશ્વરએ લોકોને આ પ્રકારે ન ભેગા થવા માટે અપીલ કરી હતી. અમદાવાદમાં વરસાદના કારણે દિવ્ય દરબાર તારીખ 29 મી તારીખે થઈ શક્યો નથી, પરંતુ 30મી તારીખે વટવા ખાતે સાંજે 5 થી 7 તેઓ દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિલ્હીમાં થયેલી હત્યા તેમજ નવા બનાવવામાં આવેલા સંસદ ભવન વિશે પણ વાતચીત કરી હતી.
દરેક તીર્થધામમાં શ્રદ્ઘાઃજેટલી જવાબદારી સમાજ પર ધર્મની છે એટલી જ જવાબદારી રાજધર્મની છે. રાજનેતાઓની છે. રાજનીતિ પછી બનાવજો, રાજનેતા પછી બનજો પહેલા માનવ પહેલા બનજો, ગુજરાતના ફાફડા મને ખૂબ ભાવ્યા છે. ગુજરાતીઓનું તમે કેમ છો. ગુજરાતી ખૂબ દાનકરે છે. લોકો માટે કંઈ કરી છૂટવાની દ્ઢતા છે. એ ગુજરાતીમાં છે. લોકોને પ્રત્યેની એક ભાવના ગુજરાતમાં જ જોવા મળે છે. મને ગુજરાતના પ્રત્યેક મંદિર અને તીર્થ પ્રત્યે એક શ્રદ્ધા છે. સાળંગપુર શીશ નમાવવા માટે જઈશ. સોમનાથ પણ જઈશ અને દ્વારકા પણ જશે.
રાજકોટમાં તૈયારીઓઃબાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશાળ ડોમમાં તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે એમના આગમનની રાહ જોવાઈ રહી છે. શહેરભરમાં અનેક પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જોકે, હજું એમનો આખો શેડ્યુલ હવે નક્કી થશે.
- Dhirendra Shastri Viral video : બાબા બાગેશ્વરએ મોર સાથે કર્યો ડાન્સ, વિડિયો થયો વાયરલ
- Baba Bageshwar in Gujarat: વટવામાં શ્રી રામ મેદાન ખાતે યોજાશે બાબાનો દિવ્ય દરબાર, સાંજે 5થી 7 આપશે હાજરી