અમદાવાદઃ સ્ટર્લિંગ હોસ્પિટલને AUDAએ જમીન પરત લેવા નોટિસ ફટકારી છે. જેમાં 80 ટકા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા જાહેર દવાખાના માટે ઉપયોગ કર્યો નથી. 3 દિવસમાં ખુલાસો કરવા હોસ્પિટલને આદેશ થયો છે. 90 વર્ષના ભાડા પેટે સ્ટર્લિંગ હોસ્પિટલને જમીન આપવામાં આવી છે.
અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને AUDAએ બાંધકામ મામલે નોટિસ ફટકારી - Ahmedabad news
સ્ટર્લિંગ હોસ્પિટલને AUDAએ જમીન પરત લેવા નોટિસ ફટકારી છે. જેમાં 80 ટકા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા જાહેર દવાખાના માટે ઉપયોગ કર્યો નથી. જેની તંત્ર દ્વારા પણ દસ્તાવેજો અને માહિતી અગાઉ માંગવાામાં આવેલી છે. આ બાબતે 3 દિવસમાં ખુલાસો કરવા હોસ્પિટલને આદેશ થયો છે.
શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલને AUDA એ બાંધકામ મામલે નોટિસ ફટકારી..
જો કે, સ્થળ પર બાંધકામ દરમિયાન આવો કોઈ પણ અમલ દેખાયો નથી. જેની તંત્ર દ્વારા પણ દસ્તાવેજો અને માહિતી અગાઉ માંગવાામાં આવેલી છે, પરંતુ તે મળી નથી. આ બાબતે 3 દિવસમાં ખુલાસો કરવા હોસ્પિટલને આદેશ થયો છે.
ઉલ્લેખનીય છે કે,90 વર્ષના ભાડા પેટે સ્ટર્લિંગ હોસ્પિટલને જમીન આપવામાં આવી છે. જ્યારે AUDAની નોટિસમાં AMCના આદેશના પાલનનું ઉલ્લંઘન કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે અને જમીન લીઝ પર આપવાની શરતોનું ઉલ્લંઘન પણ થવાનું જણાવવામાં આવ્યું છે.