ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટડી તાલુકામાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ, પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ - rape news

પાટડી તાલુકામાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મના પ્રયાસ કરતા બે શખ્સો પર પોસ્કો એકટની કલમ લગાવી ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Patdi
પાટડી

By

Published : Oct 29, 2020, 1:35 PM IST

  • પાટડી તાલુકામાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ
  • પરિવારજનોને જાણ થતા સગીર દિકરીની લાજ બચી
  • પાટડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

અમદાવાદ: પાટડી તાલુકામાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મના પ્રયાસ કરતા બે શખ્સોપર પોસ્કો એકટની કલમ લગાવી ફરીયાદ નોંધાઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાટડી તાલુકામાં પોતાના ઘરનાં ફળિયામાં માતા સાથે સુતેલી 14 વર્ષની સગીરાને ગામના જ બે શખ્સો સગીરાનું મોઢું દબાવી નજીકમાં આવેલી બાવળની ઝાડીમાં ઉઠાવીને લઈ ગયેલા હતા. સદનસીબે સગીરાની માતા જાગી જતા દીકરી બાજુમાં ન દેખાતા તેણીએ પોતાના સ્નહીજનોને વાત કરતા બાજુની ઝાડીમાં તપાસ કરતા બે શખ્સો સગીરા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા હતા. સમયસર પરિવારજનો આવી જતા અંધારાના લાભ લઈ બંને આરોપી નાસી છુટ્યા હતા.

આરોપી પર પોસ્કો એકટની કલમ લગાવી ફરીયાદ નોંધાઇ

આ અંગે સગીરાને પુછતા સગીરાએ જણાવેલ કે, ગામના શક્તાભાઇ રણછોડભાઇ ઠાકોર અને બાબુભાઇ ગણેશભાઇ ઠાકોરે મારુ મોઢુ દબાવી ઝાડીમાં લઈ જઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મારી સાથે જબરદસ્તી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતાં હતા. આ બાબતે સગીરાની માતાએ પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ બંન્ને વિરૂદ્ધ પોસ્કો કલમ-7, 8 તથા ઈ.પી.કો.-363, 366 ,506 (2) 14 તથા ગુજરાત પોલીસ ધારા 135 હેઠળ ફરીયાદ નોંધવામા આવી છે. વધુ તપાસ ધ્રાંગધ્રા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વિજયસિંહ ઝાલા ચલાવી રહ્યાં છે.

વધુ તપાસ ધાંગધ્રા સર્કલ પોલીસ શરૂ કરી

સગીરાની માતાએ પાટડી પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી શકતભાઈ ઠાકોરને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ ધાંગધ્રા સર્કલ પોલીસ ઇસ્પેક્ટર વિજય સિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details