અમદાવાદ:શહેરના નહીં પણ રાજ્યમાં કાંકરિયા (Ahmedabad Kankaria Lake)ફરવા માટે ઉત્તમ સ્થળ છે. અહીંયા વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવે છે. કાંકરિયામાં ચાલતી અટલ એક્સપ્રેસ ( Atal Express toy train )છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. તેના પાટા બદલવાનું કામ ચાલી રહ્યું છે. આ ટ્રેનના પાટા રેલવે વિભાગ પાસેથી 55 લાખમાં ખરીદવામાં આવ્યા છે. અન્ય કામગીરી સાથે 2.5 કરોડનો ખર્ચનો અંદાજ લાગવામાં આવી રહ્યો છે.
ખાનગી ઓપરેટર દ્વારા ચાલવામાં આવે -કાંકરિયા આ અટલ એક્સપ્રેસ બાળકોને( Kankaria Kids Train)એક મનોરંજન પૂરું પાડે છે. કાંકરિયાની આ ટ્રેન 2 કિમી એક ચક્કર લાગવામાં આવે છે. પરંતુ આ ટ્રેન ચલાવવાનું કામ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખાનગી ઓપરેટરને સોંપવામાં આવ્યું છે. અટલ એક્સપ્રેસ અટલ બિહારી બાજપાઇ જન્મદિવસે 25 ડિસેમ્બર 2021ના રોજ શરૂ કરી દેવાની તૈયારી હતી. પરંતુ જુલાઇ માસ સુધીમાં પણ શરૂ કરવામા આવી નથી.
એક સપ્તાહમાં ચાલુ થાય તેવો અંદાજ -2019માં બંધ કરવામાં આવેલી અટલ એક્સપ્રેસ (Atal Express toy train stopped)હજુ તેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. રેલવે વિભાગ પાસે પાટા ખરીદી સાથે ટોટલ ખર્ચ અંદાજિત 2.5 કરોડથી પણ વધારે થયો હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેન અધિકારીઓ જુલાઈ માસમાં શરૂ કરવાની વાત કરતા હતા પરંતુ હજુ પણ કામ બાકી છે એક સપ્તાહમાં ચાલુ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃઅમદાવાદની આ જગ્યાએ ગરમી નામની વસ્તુ જ નથી, જાણો...