મીન:આજે આપના ઘરમાં ધાર્મિક કાર્યો થાય. કુટુંબમાં આનંદમય વાતાવરણ રહે. કાર્યસફળતા મળે. તન-મનની તંદુરસ્તી જળવાય. નવા કાર્યની શરૂઆત માટે શુભ દિવસ છે પરંતુ બપોર બાદ આપના સ્વભાવમાં ક્રોધની લાગણી વિશેષ રહેશે. તેથી આપના વાણી અને વર્તનને આપે સંતુલિત રાખવા પડશે. પરિવારના સભ્યો સાથે પણ વધુ વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. ખાવા- પીવાની કાળજી રાખવી.
મેષ: આજે આપના મનની એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. વધુ પડતા વિચારો કરવાનું ટાળીને ઈશ્વર સ્મરણ કરવાથી બેચેની દૂર કરી શકશો. રોકાણકારોએ મૂડી રોકાણ કરતા પહેલા ધ્યાન રાખવું પડશે. ટૂંકાગાળાના લાભ જતા કરવા સલાહ આપવામાં આવે છે. મહત્વના દસ્તાવેજો પર સહી-સિક્કા કરતાં ધ્યાન રાખવું. બપોર પછી નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો. પરિવારનું વાતાવરણ સુધરશે. ધાર્મિક કાર્યો કે પ્રસંગો થાય. વધુ પડતા ખર્ચને અંકુશમાં રાખવો પડશે. મિત્રવર્તુળ સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આનંદ ઉઠાવશો.
વૃષભ: સામાજિક અને વહેવારના કાર્યોમાં આજે જવાનું થાય. વડીલો અને મિત્રોને મળવાનું થાય. નવા મિત્રો બનશે તેમની મૈત્રી આપને લાંબા ગાળે લાભજનક સાબિત થશે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. દૂર વસતા સ્નેહીજનોનો સમાચાર જાણવા મળશે. પર્યટન કે મુસાફરીના યોગ છે. પરંતુ બપોર પછી આપની માનસિક અને શારીરિક સ્વસ્થતા ઘટશે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ વધશે. સ્વભાવમાં ઉત્સાહ ઘટી શકે છે. કોર્ટ કચેરીથી સંભાળવું. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેશો.
મિથુન: વેપારી વર્ગ માટે આજનો દિવસ સારો હોવાનું જણાઈ રહ્યું છે. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થવાની સાથે સાથે જ સફળતા અને ઉઘરાણીની રકમ પણ મળશે. પિતા તથા વડીલવર્ગથી ફાયદો થાય. કાર્યસફળતા અને ઉપરી અધિકારીઓની રહેમનજર નોકરીમાં લાભ અપાવશે. મિત્રોથી લાભ થાય. સામાજિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય બપોર પછી કોઇ રમણીય સ્થળે પ્રવાસ પર્યટન પર જવાની યોજના ઘડશો. આકસ્મિક ધનલાભનો યોગ છે.
કર્ક:આજે તમારે માનસિક અને શારીરિક બંને પ્રકારે ઉત્સાહ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું પડશે અન્યથા તમારા કામકાજ પર તેની વિપરિત અસર પડી શકે છે. પેટ સંબંધિ તકલીફ હોય તેમણે ભોજનની અતિશયોક્તિ ટાળવી પડશે. આજે આપને કોઇપણ કામમાં નસીબનો સાથ પ્રમાણસર મળે. પરંતુ બપોર પછી આપના ચિત્તમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ કરશો. પારિવારિક અને સાંસારિક જીવનમાં સુખસંતોષની લાગણી અનુભવશો. વેપારીવર્ગને ઉઘરાણીમાં નાણાં છુટ્ટા થાય. માન પ્રતિષ્ઠા અને ઉચ્ચ હોદ્દો મળશે.
સિંહ: આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો નીવડે. આચાર વિચાર પર સંયમ રાખવાની સલાહ છે. આજે આપના વિચારોમાં અને કાર્યશૈલીમાં જેટલી સકારાત્મકતા જાળવશો એટલા વધુ ફાયદામાં રહેશો. કામના ભારણ વચ્ચે તબિયતની કાળજી લેવાનું ભુલાઈ ના જાય તે ધ્યાન રાખવું. ઓચિંતો ધનલાભ થઈ શકે છે. હરીફો સાથે વાદવિવાદ ટાળવો. મનમાં સકારાત્મકતા લાવવા માટે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી શકો છો.
કન્યા: કલાક્ષેત્રે કંઇક આગવું પ્રદાન કરવાની આપને આજે તક સાંપડશે. આના કારણે આપને જાહેરજીવનમાં યશકિર્તી અને માનસન્માન પણ મળશે. વ્યવસાય ક્ષેત્રે ભાગીદારો માટે સમય સારો છે. મનોરંજનની દુનિયામાં આજે આપનો સમય સારી રીતે પસાર થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં મળ. બપોર પછી તબિયત નરમગરમ રહે તેથી તે બાબતે સાંભળવું. આકસ્મિક લાભ થવાની શક્યતા છે. ઇશ્વર ભક્તિ અને આધ્યાત્મિક ચિંતન મનને શાંતિ આપશે.
તુલા: આજનો દિવસ આપના માટે શુભ ફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. કોઇપણ કાર્ય આપ દૃઢ નિશ્ચય અને આત્મવિશ્વાસથી કરી શકશો. મગજને શાંત રાખવું પડશે. ઘરમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે. બોલવામાં સાવચેતી રાખવી. આજે કલાકારો અને કોઇપણ કારીગરીમાં નિપુણતા ધરાવનારાઓને તેમની કલા અને આવડતનું પ્રદર્શન કરવાની તક સાંપડશે. મનોરંજનના માહોલમાં આજે આપ ખૂબ આનંદિત હશો. મિત્રો સંબંધિઓ સાથેના સમય ખુશાલીમાં પસાર થશે. જાહેર જીવનમાં ખ્યાતિ મળશે. પતિપત્ની વચ્ચેનું સામીપ્ય વધશે.
વૃશ્ચિક:આજે આપે લેખન અને કાવ્યસર્જનની પ્રવૃત્તિ ગમશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રણય અને રોમાસ માટે અનુકૂળતાભર્યો દિવસ છે. શેરસટ્ટામાં ફાયદો થાય આજે આપ દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ ભરપૂર રહેશો. આરોગ્ય વિશે આપની કોઇ ફરિયાદ નહીં હોય. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળે. આજે દરેક કામ શાંતિથી કરવું. નોકરીમાં સહકાર્યકરોનો સહકાર મળશે.
ધન:આજના દિવસે આપને સાવચેતીપૂર્વક રહેવાની ટકોર કરવામાં આવે છે. પરિવારના સભ્યો સાથે આજે શક્ય હોય એટલી વધારે આત્મીયતા અને સહકાર સાથે વર્તવાની સલાહ છે. આપનું શારીરિક- આરોગ્ય સારું જળવાઈ રહે તે માટે થોડું ધ્યાન આપવું જરૂરી છે. ધન- કિર્તીની હાનિ નહીં થાય પરંતુ તેમ છતાંય સતર્ક રહેશો તો સારું. બપોર પછી આપનું મન સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળશે અને હળવાશ અનુભવશો. સ્વભાવમાં લાગણીશીલતા રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રેમીજનો માટે સારો દિવસ છે. પાણીથી સંભાળવું.
મકર: લાગણીભર્યા સંબંધોનું બંધન આપને આકર્ષશે. જીવનસાથી સાથેના સંબંધો પર મધુરતા ભરેલા હશે. દોસ્તો સાથે પર્યટનનું આયોજન થાય. ભાઇભાંડુઓ સાથે સારાં સંબંધો રહે. જાહેર માન- સન્માન મળે. હરીફો પર વિજય મળે. મધ્યાહન બાદ કેટલીક બાબતો આપની માનસિક સ્વસ્થતામાં ઘટાડો લાવી શકે છે. માતાના આરોગ્યની આજે વધુ સંભાળ લેવાની સલાહ છે. નોકરિયાત વર્ગને નોકરીમાં કામનું ભારણ વધી શકે છે. મકાન મિલકતના દસ્તાવેજો પર સમજી વિચારીને સહી સિક્કા કરવા.
કુંભ:આજે આપને ખર્ચ પર કાબૂ રાખવો પડશે. જીભની મીઠાશ અને સ્વભાવમાં નમ્રતા રાખવાથી તમે સંખ્યાબંધ કાર્યો બીજા લોકો પાસેથી સરળતાથી કરાવી શકશો. કોઈપણ બાબતે ઉગ્ર થવાના બદલે શાંતિથી અને વ્યૂહાત્મક રીતે ઉકેલ લાવજો. નકારાત્મક વિચારોને મનમાંથી ખંખેરી નાખજો. બપોર પછી આપના વિચારોમાં સ્થિરતા અને મક્કમતા જણાશે. આપ રચનાત્મક અને કલાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રેરાઓ. જીવનસાથી જોડે આનંદમાં સમય પસાર થાય. પરિવારમાં સુખશાંતિ રહેશે. કાર્યમાં સફળતા મળશે.