અમદાવાદ : ભારતનું બજેટ 01 ફેબ્રુઆરી, 2022ના (indian union budget 2022) રોજ મકર રાશિમાં રજૂ થશે. ગ્રહયોગ મુજબ કાલસર્પ યોગ વિષયોગ, અશુભ યોગ રચાયેલ છે. તો શુભ યોગ તરીકે સુનફા યોગ અને બુધ ગ્રહ વર્ગોતમી બને છે. ગ્રહોની સ્થિતિ સૂર્ય, ચંદ્ર, બુધ, શનિ એમ 4 ગ્રહોની યુતિ મકર રાશિમાં થાય છે. તો ધન રાશિમાં શુક્ર, મંગળની યુતિ થાય છે. ગુરુ કુંભ રાશિ, રાહુ વૃષભ રાશિ અને કેતુ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. રાશિ અને ગ્રહોનું ભ્રમણ ઘણી બાબતો રજૂ કરે છે. જેમાં અનુભવના આધારે કેટલાક તારણો રજૂ થતા હોય છે.
કર માળખામાં સુધારો નહીં
જ્યોતિષાચાર્ય ડો. હેમીલ લાઠીયાએ ETV Bharat ને જણાવ્યુ હતુ કે, ગ્રહોની ગણતરી કરતા સંભાવના બને છે. તે મુજબ વિદ્યાર્થી, યુવા, આઈ ટી, બેન્ક, વીમા ક્ષેત્રમાં કંઈક સારી (Importance of Money in the Budget) વાત રજૂ કરે તેવું સંભવિત જણાઈ રહ્યું છે. અન્ય ગ્રહયોગ જોતા જમીન, ખેતી બાબત તેમજ મનોરંજન, હોટલ, ટુરિઝમ, માટે પણ ક્યાંક આશા સંભવિત છે. નાના વેપારી, નોકરી કરનાર વર્ગ માટે પણ ક્યાંક લાભની જોગવાઈ સંભવિત છે. પણ કર માળખામાં મોટો સુધારો સંભવિત જણાતો નથી. રેલવે, ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં સામાન્ય બાબત સંભવિત જણાય છે. મેડિકલ ક્ષેત્રમાં રાહત કે લાભ સંભવિત બની શકે છે. વિદેશ, રક્ષા બાબત પણ ખાસ જોગવાઈ સંભવિત છે.