ગુજરાત

gujarat

ETV Bharat / state

Asaram rape case: આસારામ દુષ્કર્મ કેસ મામલે આસારામ દોષિત જાહેર, આવતીકાલે સંભળાવશે સજા - આવતીકાલે સંભળાવશે સજા

આશારામ દુષ્કર્મ મામલે કોર્ટે ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો છે. આશારામને આવતીકાલે કોર્ટ 11 વાગ્યે સજા સંભળાવશે.ઉલ્લેખનીય છે કે, આ કેસ સાથે જોડાયેલ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. ગાંધીનગર કોર્ટ દ્વારા 7માંથી 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

asaram-rape-case-asaram-found-guilty-sentence-to-be-pronounced-tomorrow
asaram-rape-case-asaram-found-guilty-sentence-to-be-pronounced-tomorrow

By

Published : Jan 30, 2023, 7:46 PM IST

Updated : Jan 30, 2023, 7:58 PM IST

આસારામ દુષ્કર્મ કેસ મામલે આસારામ દોષિત જાહેર

ગાંધીનગર:અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ આશારામ આશ્રમમાં વર્ષ 2001 માં થયેલ દુષ્કર્મ મામલે પીડિતાએ સુરત પોલીસમાં આશારામ, આશારામના પત્ની, દીકરી, આશ્રમ સંચાલિકા સહિત 7 લોકો પર દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં વર્ષ 2013 થી ગાંધીનગર કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 7માંથી 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ફક્ત આશારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર કોર્ટ 31 જાન્યુઆરીએ સવારે 11 કલાકે કોર્ટ સજા સંભળાવશે.

શું હતી ઘટના?:ઘટના બાબતની મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સાબરમતી કિનારે આવેલ આશારામ આશ્રમ ખાતે એક યુવતીનો દુષ્કર્મ થયો હતો અને આશારામ દ્વારા દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ પીડિતાએ સુરતમાં પોલીસ સ્ટેશનમાં 13 વર્ષ બાદ કરી હતી. ફરિયાદના પગલે સુરતથી અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં આજે ગાંધીનગર કોર્ટમાં છેલ્લા 13 વર્ષથી કેસ કાર્યરત કરવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે ગાંધીનગર કોર્ટ દ્વારા સત્તાવાર ચૂકાદો આપવામાં આવશે.

ગાંધીનગર કોર્ટ દ્વારા 7માંથી 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા

આ પણ વાંચોAsaram Rape Case: 2001 દુષ્કર્મ કેસમાં આસારામ દોષી જાહેર, કોર્ટ કાલે સજાનું એલાન કરશે

55 સાક્ષીઓની તપાસ કરી:આશારામના વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 13 વર્ષ સુધી ચાલેલા કેસનો ગાંધીનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે. નવ વર્ષ પછી આ કેસનો ચુકાદો આવશે અને સરકાર વતી 55 જેટલા સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ પણ જોવા મળ્યો છે. આ સમગ્ર કેસમાં કુલ 8 આરોપી હતા તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યા છે અને સાત આરોપી સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોJunior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર જીત નાયક ઝડપાયો, 5 લાખમાં કર્યો હતો પેપરનો સોદો

સવારે 11 કલાકે કોર્ટ સજાનું એલાન:13 વર્ષ જૂના કેસનો 31 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખોટ દ્વારા સજાનો એલાન કરવામાં આવશે. મુખ્ય સરકારી વકીલ સી.આર. કોડેકરે મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે નામદાર કોર્ટ દ્વારા કલમ 376 2c જુના કાયદા પ્રમાણે દોષિત ગણાવ્યા છે. કલમ 377 મુજબ અન નેચર ઓફ ફેન્સીસ માટે પણ તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને કલમ 357 એટલે કે શારીરિક રીતે ઇજા પહોંચાડવી તેમજ 506 મુજબ એટલે કે જાહેરમાં અને ખાનગી રીતે ધમકી આપવામાં આવી તે કલમો હેઠળ આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા છે. નામદાર કોર્ટ આવતીકાલે સવારે 11 કલાકે કોર્ટ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરને સાંભળશે ત્યારબાદ સજાનું એલાન કરશે.

Last Updated : Jan 30, 2023, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details