અમદાવાદઃઅમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારના દતાણીનગરમાં રિક્ષાચાલકના ઘરે તેની જ રીક્ષામાં (Auto Rickshaw Driver Vikrambhai) બેસીને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જમવા માટે પહોંચ્યા હતા. જમ્યા બાદ (Arvind Kejriwal Ahmedabad visit) અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું હતું કે, આજે રીક્ષા ચાલક સાથે જે સંવાદ સાધ્યો હતો. અમદાવાદના ઓટોરિક્ષા (Ahmedabad Auto Rickshaw Driver) ડ્રાઇવર જે વિક્રમભાઈછે તેમણે મને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. વિક્રમભાઈના જ ઓટોમાં બેસીને હું તેમના ઘરે જમવા આપ્યો હતો.
અરવિંદ કેજરીવાલે અમદાવાદના રીક્ષા ચાલકના ઘરે ડીનર કર્યું
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અમદાવાદની (Arvind Kejriwal Ahmedabad visit) મુલાકાતે આવ્યા હતા. જ્યાં કેટલાક રાજકીય કાર્યક્રમ બાદ તેઓ એક રીક્ષા ચાલકના ઘરે સાંજનું ડીનર લેવા માટે પહોંચ્યા હતા. આ રીક્ષા ચાલકનું નામ વિક્રમભાઈ છે. જેમણે અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે જમવા માટેનું આમંત્રણ આપ્યું હતું.
શું બોલ્યાય કેજરીવાલઃપૂરા પરિવારે ખૂબ જ ભાવપૂર્વક ભોજન કરીને જમાડ્યું હતું. એનું વિક્રમભાઈના પુરા પરિવારને પણ મળ્યો. મને ખૂબ જ સારું લાગ્યું. આપણે જે ઘરમાં ભોજન કરતા હોઈએ છીએ. તે જ ભોજન કરીને આનંદ થયો. હવે હું પણ એમને મારા ઘરે દિલ્હીમાં જમવા માટે આમંત્રણ આપ્યું છે. આ સાથે જ અરવિંદ કેજરીવાલ એ પણ જણાવ્યું હતું કે પોલીસ લોકો સાથે કોઈ તકરાર થઈ નથી. એ એમના પ્રોટોકોલ નો ભાગ હતો. ફરજ રૂપે તેઓ કામ કરી રહ્યા હતા. અરવિંદ કેજરીવાલ એ જે ભોજન લીધું તેમાં ભોજનમાં મરચા વગરની મોગરની સાદી દાળ, રોટી, દૂધીનું શાક, બટેટાની કોરી ભાજી, દૂધ, ભાત, ટામેટા,કાકડી અને બીટ નું સલાડ લીધું હતું.