મળતી માહિતી મુજબ આ પહેલાં વડાપ્રધાન મોદીએ કેબિનેટ બેઠક યોજી હતી. જેમાં આ મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. હવેથી જમ્મુ-કાશ્મીર અને લેહ-લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવશે. અમિત શાહે જણાવ્યું હતું કે, 1950 અને 1960ના દશકમાં કોંગ્રેસે પણ કલમ 370માં સંશોધન કર્યું હતું જેને અમે વર્તમાન સમયમાં અમલીકરણ કરી રહ્યાં છે. કલમ 35-(A) હટવાથી કાશ્મીરના અર્થતંત્ર અને વેપારને પ્રોત્સાહન મળશે. અગામી દિવસોમાં ભારતીય લોકો ત્યાં પોતાનો વેપાર શરૂ કરી શકશે અને માલ-મિલ્કત સહિતની વસ્તુઓ પણ ખરીદી શકશે.
જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 નાબુદ, કાશ્મીર ખરા અર્થમા દેશ સાથે જોડાયું - ETV Gujarati
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 ને હટાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિ કોવિંદે મહોર લગાવી દીધી હતી. હવેથી કલમ-370 જમ્મુ-કાશ્મીરમાં લાગુ થશે નહિ. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા બાદ કાશ્મીરના લોકો તેમના અધિકારથી વંચિત હતા. આજે મોદી સરકાર દ્વારા તેમને આપવામાં આવ્યા છે. હવે ખરા અર્થમાં કાશ્મીર ભારત સાથે જોડાયું છે.
article 370 abolished
આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા બાદ કાશ્મીરના લોકો તેમના અધિકારથી વંચિત હતા, આજે મોદી સરકાર દ્વારા તેમને આપવામાં આવ્યા છે. હવે ખરા અર્થમાં કાશ્મીર ભારત સાથે જોડાયું છે. જેથી હવે જમ્મુ-કાશ્મીરમાં મેડિકલ, એજ્યુકેશન સહિતની સુવિધા સારી રીતે આપવામાં આવશે.