ગુજરાત

gujarat

ETV Bharat / state

એરપોર્ટ પરથી સોનાના બિસ્કીટ સાથે મુસાફર સહીત ગ્રાઉન્ડ સ્ટાફની ધરપકડ - gujaratinews

અમદાવાદઃ એરપોર્ટ પર દાણચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. અઠવાડિયામાં જ દાણચોરીના ચોરીનો બીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 24 કિલો સોનાનાં બિસ્કીટ સાથે એક ઈસમને કસ્ટમ વિભાગે ઝડપ્યો હતો. સાથે જ તેની મદદ કરનાર ગ્રાઉન્ડ સ્ટાફમાં ફરજ બજાવતા યુવકને પણ ઝડપી પાડ્યો છે.

એરપોર્ટ પરથી સોનાના બિસ્કીટ સાથે મુસાફર સહીત ગ્રાઉન્ડ સ્ટાફની કરાઈ ધરપકડ

By

Published : Jun 4, 2019, 6:21 PM IST

દુબઈથી અમદાવાદ આવેલા શખ્સે એરપોર્ટ પરના ગ્રાઉન્ડ સ્ટાફના જીગ્નેશ નામના યુવકની મદદથી 24 કિલો સોનાના બિસ્કીટ એરપોર્ટ બહાર લઇ જવાનો પ્લાન ઘડ્યો હતો. આ બાબતની કસ્ટમ વિભાગને જાણ થતા કસ્ટમ વિભાગે જીગેશ નામના ગ્રાઉન્ડ સ્ટાફર અને દુબઈથી બિસ્કીટ લાવનાર ઇસમને ઝડપી પાડ્યા હતા. સોનાના બિસ્કીટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ અંગે કસ્ટમ વિભાગે બન્ને ઇસમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details