અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા મેયરને આવેદન આપવામાં આવ્યું છે. જેમાં રોડ રસ્તા નબળી કામગીરી અને રોડ રસ્તાના કામમાં થયેલા ભ્રષ્ટાચાર આરોપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં રસ્તા બનાવવામાં આવ્યા હતા તેને લઈને ભ્રષ્ટાચારનો (Corruption in AMC Road) આરોપ મૂક્યો હતો. વિરોધ પક્ષનુ કહેવું છે કે, 934 કરોડના રોડની જોગવાઈ માત્ર કાગળ પર જ થઈ છે.
934.75 કરોડમાં રોડના કામ માત્ર કાગળ પર જ
અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન 934.75 કરોડના ખર્ચે 666 નાના મોટા ખાડા પર રોડ બનાવવા માટે બજેટ (Road Budget in Ahmedabad) ફાળવવામાં આવ્યું હતું. જે ચાલુ વર્ષના બજેટની કામગીરી પૂર્ણ થવાની માત્ર 2 મહિના જ બાકી છે. તેમ છતાં 350 કરોડના કામો કરી શક્યા નથી. તો સાથે સાથે 934.75 કરોડના રોડ પરના કામ હજુ માત્ર કાગળ પર જ મુકવામાં આવ્યા છે તેનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ગત ચોમાસામાં પડેલા રોડ પર ખાડા થોડા દિવસ પહેલા જ પૂરવામાં આવ્યા હતા. તેમ છતાં તે રોડની હાલત બદતર જોવા મળી રહી છે. નક્કી કરેલા સમયથી પણ વધારે કોન્ટ્રેક્ટર કરી રહ્યા છે. તેમાં પણ ભ્રષ્ટાચાર થયો તેવું સાબિત માનવામાં આવી રહ્યું છે.