મેટ્રોના કામકાજથી ધંધો ઠપ થયો હોવાની જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં દાખલ કરાઈ
અમદાવાદ: શાહપુર વિસ્તારમાં જે મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે તેના કારણે સ્થાનિકોને અને ત્યાં ધંધો કરનાર ધંધાદારીઓને તેનાથી આર્થિક નુકસાન થતુ હોવાની અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. અરજદારનો આક્ષેપ છે કે મેટ્રોના કામકાજને લીધે તેમના ધંધાને ફટકો પહોંચીયા છે અને વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે.
metro
મેટ્રોના કામકાજને લીધે રોડ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી ગ્રાહકો દુકાન સુધી આવતા નથી. મેટ્રોનું કામકાજ ચાલતું હોવાથી લોકો એ તરફથી નીકળવાનું પણ ટાળે છે. અરજદાર વેપારીઓની માંગ છે કે સત્તાધીશો અમને થયેલા નુકસાન મુદ્દે વળતર ચૂકવે .આ પ્રોજકેટ વહેલી તકે પૂરું કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી છે. શાહપુરમાંથી પૂર્વ અને પશ્ચિમ મેટ્રો લાઈન પસાર થશે જે વસ્ત્રાલ અને થલતેજને લિંક કરશે