અમદાવાદમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બની છે એમાં કોંગ્રેસ દ્વારા એવા પ્રહાર કરવામાં આવ્યા છે કે સરકારે જે એસઆઇટીની રચના કરવામાં આવેલી છે તે એસઆઇટીમાં ફક્ત સરકારને આધીન ઓફિસરને જ શામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ આ એસઆઇટીની જે રચના( SIT for Morbi Bridge Collapse investigation ) કરવામાં આવી છે એને તોડી નાખવામાં આવે અને નિષ્પક્ષ રીતે એસઆઇટી બનાવવામાં આવે એવી વિપક્ષ કોંગ્રેસ દ્વારા માગ ( Appeal to High Court by Congress ) કરવામાં આવી છે.
એસઆઈટી વિશે કોંગ્રેસના સવાલોકોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા આલોક શર્માએ જણાવ્યું હતું કે આ સરકાર બધી રીતે આજે પણ ગુજરાતની જનતાને ભ્રમિત કરી રહી છે. સૌથી પહેલી વસ્તુ એ જ છે કે જે એસઆઇટી ( SIT for Morbi Bridge Collapse investigation ) બનાવવામાં આવી છે એનો હજી સુધી ઓફિસિયલ લેટર આપણને જોવા મળ્યો નથી. આ ઘટના વિશે લોકોને જેટલી પણ જાણકારી છે તેને છુપાવી દેવામાં આવે. જનતા સુધી કોઈ પણ વાત પહોંચવી ન જોઈએ. એસઆઇટી બની કોણે બનાવી કોના આદેશથી બની અને કોણ કોણ મેમ્બર છે એ બધી જ વાત આ સરકાર સોશિયલ મીડિયમના માધ્યમથી જણાવવા માંગે છે. આ વાત ખૂબ જ દુઃખદ છે.