ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે કર્યો આપઘાત - વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે કર્યો આપઘાત

અમદાવાદ: ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસથી યુવકે જીવન ટુકાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 26 વર્ષિય યુવકે વ્યાજખોરીના ત્રાસથી કંટાળી અંતિમ પગલુ ભર્યુ હોવાનું સામે આવતા સરદારનગર પોલીસે બે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધીને એક આરોપીની ધરપકડ કરી હતી.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Dec 6, 2019, 1:55 AM IST

સરદારનગરમાં રહેતા અને મૂળ વિસનગરના શુભમ નાઇએ વ્યાજખોરોના ત્રાસથી ઓક્ટોબર મહિનામાં ઉધઇની દવા ખાઇને આપઘાત કર્યો હતો. મૃતક શુભમ નાઇ દ્વારા એક વર્ષ પહેલા શાહિદ પઠાણ પાસે પાંચ ટકા લેખે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે પૈસા વ્યાજ સાથે ચુકવી ન શકતા વ્યાજખોર શાહિદે શુભમની ગાડી ગીરવે પોતાની પાસે રાખી લઇને શુભમને હેરાન કરતા શુભમે વ્યાજખોરના ત્રાસથી કંટાળી જીવન ટુકાવ્યું હતુ. જે મામલે સરદારનગર પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને શાહિદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે કર્યો આપઘાત
મૃતક શુભમ નાઇ ડ્રાઇવરનો વ્યવસાય કરતો હતો પરંતુ ઘરમાં પૈસાની જરૂરિયાત હોવાથી એક લાખ રૂપિયા શાહિદ પાસેથી વ્યાજે લીઘા હતા. બાદમાં વધુ પૈસાની જરૂર પડતા આશાબેન નામની મહિલા સાથે એક લાખ રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજે લીઘા હતા. પોલીસે તપાસ કરતા મૃતક દારૂનો વ્યસની હોવાનુૃ સામે આવ્યુ હતુ. સરદારનગર પોલીસે એક વ્યાજખોરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. વ્યાજખોરો આંતકથી લોકો જીવન ટુકાવાનો વારો આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details