અમદાવાદ: કિશોરભાઈ શાહનું અવસાન 16 મેના રોજ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં GCRI હોસ્પિટલમાં થયું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલની બેદરકારીથી 30 મેના રોજ મેસેજ આવ્યો કે, કિશોરભાઈ હીરાલાલ શાહને GCRI માંથી કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી રહ્યાં છે. જે માણસ મરી ગયા છે, જેમને અગ્નિદાહ આપી દીધો છે, તો સિવિલ હોસ્પિટલ દ્વારા કોને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે?
અમદાવાદ સિવિલની વધુ એક બેદરકારી: દર્દીના મૃત્યુના 15 દિવસ બાદ દર્દીને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કર્યાનો મેસેજ પરિવારને આપ્યો - અસારવા સિવિલ હોસ્પિટલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ જાણે કે બેદરકારીનું ઘર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રોજ નવી બેદરકારી સામે આવી રહી છે. જેના લીધે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ઘટના હજી શમી નથી, ત્યારે મૃત દર્દીને કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હોવાનો મેસેજ હોસ્પિટલ તરફથી મૃતકના પુત્રના ફોન પર આવ્યો હતો. મૃતકના પુત્રએ વીડિયો મારફતે પોતાની વ્યથા અને સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પ્રભાકરની બેદરકારી અંગે સવાલ પૂછ્યા છે.
અમદાવાદ
જ્યારે ડૉ.શશાંક પંડ્યા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, આ બીજો ડિપાર્ટમેન્ટ છે. જ્યાંથી આ મેસેજ આવ્યો છે તો એવું પણ બની શકે કે, આ બંને ડિપાર્ટમેન્ટમાં કોઈ સંકલન જ નથી. જેના લીધે લોકો તકલીફમાં મુકાઇ રહ્યાં છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે, કોરોના રિપોર્ટ કર્યો છે કે, નહીં. મોતનું કારણ પણ અમને કહ્યું નથી.