અમદાવાદ હૃદયનું મુખ્ય કામ શરીરને શુદ્ધ લોહી પહોંચાડવાનું અને અશુદ્ધ લોહી પાછું લેવાનું હોય છે. જો હૃદયને જ કામ કરવા માટે પૂરતું લોહીન મળે તો? આવી જ ઘટના વલસાડના રહેવાસી દિપીકા જોડે બની હતી. જેમને 39 વર્ષની નાની વયે હૃદયની અસામાન્ય તકલીફ (Rarest of the rare case) થઇ હતી. તેમના હૃદયમાં સામાન્ય ધમની સાથે સાથે એક વધારાની ધમની પણ હતી. જે મુખ્ય ધમનીમાંથી લોહી ચોરીને જમણા કર્ણકમાં પહોંચાડતી હતી.
અચંબાભર્યું તારણ દીપિકાને 2-3 વર્ષથી જ આર્થરાઈટીસની તકલીફ હતી. જેની તેઓ દવા કરાવતા હતા. પરંતુ છેલ્લા 3-4 મહિનાથી તેમને શરીર પર ખુબ સોજો, શ્વાસલેવામાં તકલીફ અને હૃદયના ધબકારા ખુબ જ જોરથી સંભળાવાની તકલીફ શરુ થઇ હતી. વલસાડથી લઈને મુંબઈ સુધી ઘણા ડોકટરોને બતાવ્યા છતાં કોઈ રાહત મળી ન હતી. પછીથી તેઓ જીસીએસ હોસ્પિટલ (GCS Hospital) ખાતે બતાવવા આવ્યા. જ્યાં તેમને સૌપ્રથમ સોજા માટે સારવાર કરવામાં આવી. તે તકલીફ મટતા કાર્ડિયોલોજીસ્ટ (team of cardiologists) ડો. રૂપેશ સિંઘલ દ્વારા એન્જીઓગ્રાફી કરવામાં આવી. જેમાં ખુબ અચંબાભર્યું તારણ આવ્યું હતું કે દિપીકા હૃદયમાં સામાન્ય ધમની સાથે સાથે એક વધારાની ધમની પણ હતી. જે હૃદયના સ્નાયુઓને લોહી પહોંચાડતી નસોમાંથી લોહી જમણા કર્ણકમાં એક વધારાની ધમની દ્વારા જતું હતું.
બે નસોમાં બ્લોકેજ જેના કારણે હૃદયના સ્નાયુઓને પૂરતું લોહી ના મળતા હૃદયના કામમાં તકલીફ પડતી હતી. સાથે સાથે હૃદયની બે નસોમાં બ્લોકેજ પણ નીકળ્યું. ઓપન હાર્ટ સર્જરી માટે દિપીકા યોગ્ય ન હતા. ખુબ વિચાર-પરામર્સ પછી અત્યંત નવીન અભિગમ વાળું એક નાનું ઓપરેશન સૂચવ્યું. જેમાં કોઈ પણ મોટી સર્જરી વગર સાથળેથી નાના ચીરા વડે જે વધારાની ધમની છે એ ખાસ પ્રકારના ઉપકરણ દ્વારા બંધ કરવામાં આવે અને જે વધારાનું લોહી જમણા કર્ણકમાં જતું અટકે અને એ જ નાના ચીરા દ્વારા બંધ થઇ ગયેલી હૃદયની બે નસોને પણ બલૂન મૂકી ખોલવામાં આવી જેને આપણે એન્જીયોપ્લાસ્ટી કહીએ છીએ.