- આજે 30 જાન્યુવારી ગાંધી નિર્વાણ દિવસ
- સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ સમભાવ પ્રાર્થનાસભાનું આયોજન
- મહાત્મા ગાંધીના વિચારોને યાદ કરીને શાંતિ પ્રાર્થના કરવામાં આવી
ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન કરાયું
અમદાવાદઃ આજે 30 જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીનો નિર્વાણ દિવસ છે અને આ દિવસને શહિદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપલક્ષમાં આજે દેશના તમામ નેતાઓ સહિત દેશના તમામ લોકો દ્વારા આજે મહાત્મા ગાંધીજીને યાદ કરવામાં આવ્યા હતા અને મહાત્મા ગાંધીના વિચારોને યાદ કરીને શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી.
ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન કરાયું ગાંધીજી માટે ખૂબ યાદગાર જગ્યા
અમદાવાદ ગાંધી આશ્રમએ ગાંધીજી માટે ખૂબ મહત્વનું રહ્યું છે અને આ જગ્યા ગાંધીજી માટે ખૂબ યાદગાર રહી છે. આ આશ્રમથી ગાંધીજીએ ઘણા સત્યાગ્રહ અને કર્યા હતા. આજે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે સર્વધર્મ સમભાવના જે ગાંધીજીના વિચારો હતા. તેને અનુલક્ષીને પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન કરાયું નિર્વાણ દિવસ નિમિત્તે પ્રાર્થનાસભાનું આયોજન
આ કાર્યક્રમમાં સોસિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે એક આ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી આશ્રમમાં રહેતા લોકો, શાળાના બાળકો અને નામી અનામી શહેરીજનો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી.