ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં યુવકે ગર્લફ્રેન્ડને ફેરવવા માટે કર્યો ચોરીનો પ્રયાસ, પોલીસે કરી ધરપકડ - tried

અમદાવાદમાં નિષ્ફળ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં નોકરી છૂટી જતા અને ગર્લફ્રેન્ડને ફેરવવા એન્જિનિયર ચોરીના રવાડે ચઢ્યો હતો. આ બેકાર એન્જિનિયરે ચોરીને અંજામ આપતા ગુનાહિત દુનિયાનું પગથિયું ચઢ્યો છે. કાર શોરૂમમાંથી કારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ahmdabad
ahmdabad

By

Published : Oct 26, 2020, 9:54 PM IST

  • બેકાર યુવકે ગર્લફ્રેન્ડ માટે કર્યો ચોરીનો પ્રયાસ
  • ચોરી પહેલાં જ પોલીસે આરોપીને ઝડપ્યો
  • શોરૂમમાંથી કારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો

    અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં આવેલા એક કાર શોરૂમમાંથી મહેશ રાજપૂત નામનો યુવક કાર લઈને ભાગવા જાય તે પહેલા જ ઝડપાઇ ગયો હતો. મહેશ રાજપૂત શૌચાલય જવાના બહાને કાર શોરૂમમાં પાછળ સર્વિસ સેન્ટર પાસે પહોંચ્યો હતો. ત્યાં એક કારમાં ચાવી લાગેલી હોવાથી તે ચાલુ કરીને નીકળતો હતો. પણ સિક્યોરિટી ગેટ પર સતર્કતાથી અને ગેટપાસની સિસ્ટમને કારણે આ બેકાર એન્જિનિયર કાર લઈને ન નીકળી શક્યો અને રામોલ પોલીસને જાણ કરાતા પોલીસે મહેશ રાજપૂત પર ચોરીના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી.

આરોપીએ શા માટે કરી હતી ચોરી?

પોલીસની પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું હતું કે, મહેશ રાજપૂતે રાજસ્થાનમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે અને છ માસ નોકરી કરી હતી. ત્યારબાદ નોકરી છૂટી જતા બેકાર એન્જિનિયરએ ચોરી કરવાની કળા વિકસાવી હતી પણ આ ચોરી કરવાની કળામાં પહેલી વાર હાથ અજમાવી હતી, એ પણ સામે આવ્યું છે કે આરોપીએ પોતાની સ્ત્રી મિત્રને કારમાં ફેરવા માટે આ કાર ચોરીનો પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details