અમદાવાદ:મુસ્લિમ સમુદાયમાં સૌથી પવિત્ર યાત્રા એટલે હજ યાત્રા હોય છે. દર વર્ષે લાખો મુસ્લિમો હજ યાત્રા કરવા જતા હોય છે. જોકે આ વર્ષે જે હજીઓ હજ યાત્રા પર જવાના છે તેમના પૈસા ડબલ વસૂલવામાં આવતા ગુજરાતના લઘુમતી સમુદાય દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. દેશના અન્ય એરપોર્ટ કરતાં અમદાવાદ એરપોર્ટથી અંતર ઓછું છતાં રૂપિયા 70,000 વધુ ભાડું માંગવામાં આવી રહ્યું છે.
લઘુમતી સમુદાય દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી: અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દર વર્ષે અમે હજ યાત્રા કરતા છીએ, પરંતુ આ વખતે ભારતની હજ કમિટી તરફથી જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તેમાં ગુજરાતના લોકો પાસેથી દર વર્ષ કરતા આ વખતે ડબલ પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. એડવોકેટ શમશાદ ખાન પઠાણ અને ગુજરાતમાંથી જેટલા પણ હજ યાત્રાએ જવાના છે તે હજી દ્વારા હજ કમિટી ઓફ ઇન્ડિયાને ગુજરાત હજ કમિટી મારફત કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, જોકે તેમ છતાં પણ કોઈ પગલા લેવામાં ન આવતા હાઈકોર્ટમાં આ મુદ્દે અરજી કરવામાં આવી છે.
ગુજરાતના હાજીઓને 68000 રૂપિયા વધુ: મુંબઈથી હજ યાત્રા કરવા જતા હાજીઓ કરતા ગુજરાતના હાજીઓને 68000 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે. અગાઉ આ તફાવત બે થી પાંચ હજાર રૂપિયાનો જ હતો, પરંતુ આ વર્ષે આટલા બધા ભાડું લેવાનું કારણ શું? આ સાથે જ છે દર વર્ષે હાજીઓની 2100 સાઉદી રિયલ ચૂકવવામાં આવે છે તે પણ આ વર્ષે ચૂકવવામાં આવ્યા નથી. આ 2100 સાઉદી રીયલથી હજ દરમિયાન ખાવા પીવાની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય છે, જે આ વખતે હજ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી ચૂકવવામાં આવ્યા નથી. આ સમગ્ર મુદ્દાને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
હાઇકોર્ટ સમક્ષ ખુલાસો રજૂ કરવાનો રહેશે:આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટ દ્વારા લઘુમતી બાબતોના મંત્રાલય, કેન્દ્રીય હજ સમિતિ અને ગુજરાત રાજ્ય હજ સમિતિને ગુજરાતના રાજ્યો પાસેથી વધુ પૈસા કેમ લેવામાં આવે છે, એવો પ્રશ્ન કરીને ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમજ નોટિસ કરવામાં આવી છે. આ ઉપરાંત આ વર્ષે હાજીઓને 2100 સાઉદી રિયલ પણ કેમ નથી આપવામાં આવ્યા એવા પ્રશ્ન પણ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મુદ્દે યોગ્ય ખુલાસો આપવામાં આવે એવા હાઇકોર્ટ નિર્દેશ આપ્યા છે. આ સમગ્ર મામલે વધુ સુનવણી બે જૂનના રોજ હાથ ધરવામાં આવશે, ત્યારે જેમને પણ નોટિસ જારી કરવામાં આવી છે, તેણે આ બાબતે ખુલાસો કરીને હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
આ પણ વાંચો:
- Wrestlers Protest: અમારું આંદોલન હજી પૂરું થયું નથી, લડાઈ ચાલુ રહેશે, સાક્ષી મલિક
- Project Cheetah: મધ્યપ્રદેશમાં ચિત્તાઓ સરકારની ચિંતાનો વિષય, નામિબિયન ચિત્તાઓ ખસેડવા પર મહત્વની બેઠક
- Baba Bageshwar In Gujarat : બાબા બાગેશ્વર આજે અમદાવાદમાં લગાવશે દિવ્ય દરબાર, વટવામાં તડામાર તૈયારીઓ...