કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠકમાં દરેક શહેરમાં ચાલતા તમામ ગેરકાયદેસર ક્લાસીસમાં ફાયર સેફ્ટીની કેવી વ્યવસ્થા છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તે દરમિયાન ગાંધીનગરના સ્થાનિક એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓ બેઠક સ્થળે પહોંચી રાજ્ય સરકાર અને શિક્ષણપ્રધાનના નામના નારા બોલાવ્યા હતા.
NSUI દ્વારા ગાંધીનગર કલેક્ટરને ફાયર સેફ્ટી અંગે અપાયું આવેદનપત્ર - Gujarati news
અમદાવાદઃ ડાયમંડ નગરીમાં તક્ષશીલા આર્કેડમાં થયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી રીતે જાગ્યું છે. સમગ્ર રાજ્યના મોટા શહેરમાં આજે કોર્પોરેશન અને કલેક્ટર દ્વારા સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી.
આવેદનપત્ર
સુરતમાં બનેલી ઘટનામાં સરકારની નીતિના પગલે 20 જેટલા છોકરા મોતને ભેટ્યા હતા. જેથી NSUIના નેતાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી કે, આગામી દિવસોમાં જો ગાંધીનગરના ફાયર સેફ્ટી વગરના કલાસીસ બંધ નહી થાય તો કોંગેસ ઉગ્ર આંદોલન કરશે અને કાયદો વ્યવસ્થા લથળે તો તેની જવાબદારી કલેક્ટરની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.