અમદાવાદ:આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે અમદાવાદના બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં "અમૃત કળશ યાત્રા" યોજાઈ હતી. બોપલના વકીલ સાહેબ બ્રિજથી શરૂ થયેલી અમૃત કળશ યાત્રા ત્યાંથી આગળ વઘતી-વધતી બોપલની ઇન્ડીયા કોલોનીમાં આવી પહોંચી હતી. જ્યાં સોસાયટીના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
CMને કળશ અર્પણ:આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ, જન્મભૂમિ અને અમર બલિદાનીઓના સન્માનમાં "માટીને નમન- વીરોને વંદન" નામનું દેશવ્યાપી અભિયાન શરૂ કરાવ્યું હતું. જેને પગલે સાઉથ બોપલ વિસ્તારની વિવિધ સોસાયટીઓ ચેરમેન તથા અન્ય હોદ્દેદારોએ પોતાના વિસ્તારના ધારાસભ્ય અને મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલને માટી ભરેલા કલાત્મક કળશ અર્પણ કર્યા હતા.
નાગરિકોએ લીધા 'પંચ પ્રણ': ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ વિભાગોમાંથી આવેલી આ માટી દિલ્હી સ્થિત "અમૃત વાટિકા"માં પધરાવવામાં આવશે. સાથોસાથ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હાજર સૌ નાગરિકોએ વડાપ્રધાન મોદી દ્વારા સૂચિત "પંચ પ્રણ" પણ લીધા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ: મહત્વપૂર્ણ છે કે, આ સમારોહમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શીતલ ડાગા, તેમજ ધારાસભ્ય અમિત શાહ, દિનેશસિંહ કુશવાહ, જીતુભાઇ પટેલ, સહિતના આગેવાનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
- Shaktisinh Gohil Bhavnagar Visit : "ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવું થાય" તેમ શક્તિસિંહ કેમ બોલ્યા? ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જાણો
- I.N.D.I.A ગઠબંધન આતંકવાદનું કરે છે સમર્થન, સીઆર પાટીલ નવસારી ખાતે બોલ્યા