અમિત શાહે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઈન્કમટેક્સ સર્કલ પર બાંધવામાં આવેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. જ્યાં બ્રિજના બંને છેડે પક્ષના કાર્યકરો તેમનું અભિવાદન કર્યું હતું. ત્યાર બાદ તેઓ ઈન્કમટેક્સ કચેરી પાછળ આવેલા દિનેશ હોલમાં યોજાનારા કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરા ખાતે બાંધવામાં આવેલા સ્વ. ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ અને મ્યુનિસિપલ લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું.
દેશ અને દુનિયાના લોકો માટે ટ્રાફિકની સમસ્યા હોય, પણ હુ તો 13 વર્ષથી માંડી દેશનો ગૃહપ્રધાન બન્યો ત્યાં સુધી આ જ રોડ પર ફરતો હતો. લાલ બસ, સાયકલ, સ્કૂટર પર નીકળ્યો. ચૂંટણી સમયે આ જ રોડ પર ભાજપના બેનર પણ લગાવ્યા છે.
જેમ જેમ શહેર વિકસતુ ગયુ, વસ્તી વધતી ગઈ, ટ્રાફિકની સમસ્યા વધતી ગઈ ત્યારે 58 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ પૂરો થયો, આ સમગ્ર ક્ષેત્રના અને મારા મતક્ષેત્રના લોકો માટે આશીર્વાદ સમાન છે. આ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ મળવાનો મોકો મળ્યો નથી. રથયાત્રામાં મંગળા આરતી કરવા માટે આવ્યો છું.
મારા લગ્ન પણ આ ડી. કે. પટેલ હોલમાં જ થયા હતા.નારણપુરાનો ધારાસભ્ય હતો ત્યારે ભૂમિપૂજન, આજે મારી ઉપસ્થિતિમાં લોકાર્પણ પણ કર્યું તે આનંદની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે અનેક વિકાસના કાર્યો કર્યા અને કરોડો રૂપિયા ફાળવ્યા છે.ભાજપા અને મારા તરફથી કાર્યકર્તા અને મતદારોનો આભાર માનું છું. ભારત સરકારે મેટ્રો માટે ગુજરાત સરકારને 4100 કરોડ આપ્યા છે.