ગુજરાત

gujarat

ETV Bharat / state

વિક્રમ સવંત 2079 નૂતન વર્ષાભિનંદન પાઠવતાં અમિત શાહ, સીએમ અને પ્રધાનો સહિત લોકોને મળ્યાં - સીએમ અને પ્રધાનો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની ( Gujarat Assembly Election 2022 ) પૂર્વતૈયારીઓ વચ્ચે અમિત શાહ અમદાવાદમાં ( Amit Shah in Ahmedabad ) છે. અમિત શાહ પોતાના નિવાસસ્થાને સપરિવાર ઉપસ્થિત રહી નૂતન વર્ષારંભ ( Hindu New Year ) નિમિત્તે જાહેરજનતા સહિત મહાનુભાવોને ( Amit Shah in Ahmedabad to Greet People ) મળ્યાં હતાં.

વિક્રમ સવંત 2079 નૂતન વર્ષાભિનંદન પાઠવતાં અમિત શાહ, સીએમ અને પ્રધાનો સહિત લોકોને મળ્યાં
વિક્રમ સવંત 2079 નૂતન વર્ષાભિનંદન પાઠવતાં અમિત શાહ, સીએમ અને પ્રધાનો સહિત લોકોને મળ્યાં

By

Published : Oct 26, 2022, 6:33 PM IST

અમદાવાદ ગૃહપ્રધાન અમિત શાહ છેલ્લા ચાર દિવસથી ગુજરાતભરમાં ચૂંટણીલક્ષી ( Gujarat Assembly Election 2022 ) પ્રવાસમાં છે. ત્યારે આજે વિક્રમ સંવત 2079 ના નૂતન વર્ષાભિનંદન ( Hindu New Year ) નિમિત્તે ગાંધીનગરના સાંસદ અને ભારતના ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ ( Amit Shah in Ahmedabad ) સ્થિત પોતાના નિવાસસ્થાને ભાજપના કાર્યકરો હોદ્દેદારો અને સામાન્ય નગરવાસીઓને શુભેચ્છાઓ ( Amit Shah in Ahmedabad to Greet People ) ની આપલે માટે મળ્યાં હતાં.

સૌને નવું વર્ષ સારું જાય તેવી શુભકામના પાઠવતાં અમિત શાહ

અમિત શાહના નિવાસસ્થાને સ્નેહમિલનનું આયોજન નૂતન વર્ષ ( Hindu New Year )નિમિત્તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને ( Amit Shah in Ahmedabad ) સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ધારાસભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેટર, કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં. નોંધનીય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતાં. ત્યારબાદ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદીપ પરમાર અને જગદીશ પંચાલ પણ શુભેચ્છા ( Amit Shah in Ahmedabad to Greet People ) આપવા માટે પહોંચ્યા હતાં.

સપરિવાર ઉપસ્થિતિઅમિત શાહ તેમના પત્ની અને સર્વ પરિવારે ઉપસ્થિત સૌ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારું નવું વર્ષ ( Hindu New Year ) સૌ કોઈ માટે મંગલમય જાય એવી શુભેચ્છાઓ ( Amit Shah in Ahmedabad to Greet People ) આપી હતી.

ABOUT THE AUTHOR

...view details