ગુજરાત

gujarat

ETV Bharat / state

શાહે કર્યું 1100 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, ભાડજ હાઈવે પર ટ્રાફિક ભારણ ઘટશે

કેન્દ્રીય પ્રધાન અમિત શાહ ગુજરાતના (Amit Shah Ahmedabad visit) પ્રવાસે છે. તેમણે અમદાવાદ સહિત જુદા જુદા સેન્ટરમાં વિકાસના કામનું લોકાર્પણ કર્યું હતું. બે દિવસના પ્રવાસ દરમિયાન તેમણે કુલ 1100 કરોડના કામનું લોકાર્પણ કર્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય પ્રધાનોના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. જેમાં વિકાસનો એજન્ડા દર્શાવાય છે. તો કોઈ રાજકીય મુલાકાત પણ માની રહ્યું છે.

શાહે કર્યું 1100 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, ભાડજ હાઈવે પર ટ્રાફિક ભારણ ઘટશે
શાહે કર્યું 1100 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, ભાડજ હાઈવે પર ટ્રાફિક ભારણ ઘટશે

By

Published : Sep 26, 2022, 4:26 PM IST

અમદાવાદઃ દેશના ગૃહ પ્રધાન અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે સાણંદ તાલુકામાં (Amit Shah Bhadaj Flyover inauguration) વિવિધ વિકાસ લક્ષી કામોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં વિરોચનનગર ખાતે PHC કેન્દ્ર,પંડિત દિન દયાલ મિલનકેન્દ્ર લોકાર્પણ અને સાણંદ GIDC ખાતે ESIC નવી 350 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. ભાજપે કરેલા વિકાસના કામો ચૂંટણી આચારસંહિતા (Amit Shah visit during Navratri) લાગુ થાય તે પહેલા લોકાર્પણ કરવામાં આવ્યા છે. સોમવારના કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah constituency), શ્રમ રોજગાર પ્રધાન ભુપેન્દ્ર યાદવ, રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સાણંદ બાવળા ધારાસભ્ય કનુ પટેલ સહિતના લોકો હાજર રહ્યા હતા.

ફ્લાયઓવરનું લોકાર્પણઃઅમદાવાદમાં સવારે અમિત શાહે ભાડજ સર્કલ પાસે આવેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. સિક્લ લેન બ્રીજ 27 મીટર પહોળો છે. જેના પરથી ભારે વાહન સરળતાથી પસાર થઈ શકશે. 73.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ નવા બ્રીજ પરથી ભાડજ પાસેના હાઈવે પરથી ટ્રાફિકનું ભારણ ઓછું થશે. ભારે વાહનો સીધા જ ફ્લાયઓવર પરથી પસાર થઈ જશે. આ ઉપરાંત વિરોચનગર ખાતે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ સાથે રહ્યા હતા.

હોસ્પિટલનું ખાતમૂહુર્તઃઅમિત શાહે તેમના મતવિસ્તારમાં આવેલા સાણંદ GIDC ખાતે ESIC 350 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ હોસ્પિટલ 9.5 એકરમાં ફેલાયેલી હશે. આ હોસ્પિટલના નિર્માણ થવાથી ધોળકા, હાંસલપુર,વિરમગામ અને બગોદરા અંદાજિત 12 લાખ કામદારો અને તેમના પરિવારને લાભ મળશે. આ હોસ્પિટલમાં ICU, ઓપરેશન થિયેટર,જનરલ મેડિસિન, સર્જરી, ગાયનેકોલીજી,અલ્ટ્રા સાઉન્ડ જેવી સુવિધા પ્રાપ્ય રહેશે.

શું છે ESIC યોજનાઃગુજરાત રાજ્યમાં 4 ઓક્ટમ્બર 1964ના રોજ કર્મચારી રાજ્ય વીમા યોજના લાગુ કરવામાં આવી હતી. વીમા યોજના પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેર તેના ઉપનગરો લાગુ કરવામાં આવી હતી. હાલમાં વડોદરા, સુરત, રાજકોટ, જામનગર જેવા ઔધોગિક કેન્દ્રોમાં શરૂ કરવામાં આવી છે. જેમાં 34 શાખાઓ અને ભાવનગર,અંકલેશ્વર અને તાપી ખાતે 3 ડિસ્પેન્સરી બ્રાન્ચ ઓફિસ આવેલી છે. ESIC યોજના હેઠળ 17.84 લાખ વીમાધારકો આ યોજના લાભ લીધો છે. આ યોજના હેઠળ રોજગાર ઇજા, માંદગી, મૃત્યુ વગેરે જેવી જરૂરિયાત સાથે 3.39 કરોડ લોકો આવરી લેવામાં આવે છે.

ખેડૂત સંમેલનઃબપોર પછીના કાર્યક્રમમાં તેમણે ખેડૂત સાથે સંમેલન કર્યું હતું. જેમાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો જોડાયા હતા. જે અમદાવાદ પાસે આવેલા બાવડામાં યોજાયું હતું. આ કાર્યક્રમને ઋણ સ્વીકાર કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે. જેમાં કુલ 160થી વધારે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details