પોતાના સંબોધનમાં અમિત ચાવડાએ કહ્યું કે, દિલ્હીમાં JNU પર થયેલા હુમલામાં ABVP અને ભાજપની સંડોવણી હતી. એ હિચકારી ઘટનાના વિરોધમાં NSUIના કાર્યકરો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. અમિત ચાવડાએ કહ્યું કે, NSUIના કાર્યકરો પર કરવામાં આવેલો હુમલો એ પૂર્વયોજીત હતો. વધુમાં અમિત ચાવડાએ આ હુમલામાં ABVPના હોદ્દેદારો ઉપરાંત ભાજપ યુવા મોરચા સહિત RSS અને વિશ્વ હિન્દૂ પરિષદ સાથે જોડાયેલા લોકોની સંડોવણી હોવાનું જાણાવ્યું હતું. અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપના શાશકો દેશમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યાં છે.
NSUIના કાર્યકરો પર થયેલા હુમલા અંગે અમિત ચાવડાના ABVP પર આકરા પ્રહારો - NSUI
અમદાવાદ: અહીં ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. ઘટના અંગે બન્ને વિદ્યાર્થી સંગઠનોએ એક-બીજા પર આરોપ પ્રત્યારોપ કર્યા હતા. ઘટનાના અનુસંધાને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી હતી.
અમિત ચાવડા
અમિત ચાવડાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ સરકાર સામે વિરોધ કરે તો તેની ઉપર હુમલો કરવામા આવે છે. વધુમાં અમિત ચાવડાએ આ હુમલામાં આડકતરી રીતે પોલીસની હાજરી હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, પોલીસની હાજરી હોવા છતાં ABVPના કાર્યકર્તાઓ લાકડી, ભાલા સહિતના હથિયારો ક્યાંથી લાવ્યા હતા.