અમદાવાદમાં સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન, મહિલાઓએ શીખ્યું વાનગી બનાવતા - સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ
અમદાવાદ: અપસાઉથ રેસ્ટોરન્ટ દ્વારા શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં તેની બીજી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ઉપપ્રમુખ કુમાર ગૌરવ અપ સાઉથ હોસ્પિટાલીટી પ્રા.લિ અને કોર્પોરેટ એક્ઝીક્યુટીવ શેફ મનુ નાયર ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આગામી તહેવારો માટે કેટલીક દક્ષિણ ભારતીય વાનગીઓ શીખવવા માટે મહિલાઓ માટે એક રસોઈ વર્કશોપ પણ યોજ્યો હતો.
અમદાવાદમાં સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન, મહિલાઓએ શીખ્યું વાનગી બનાવતા
આ વર્કશોપમાં મહિલાઓ ઈડલી, ઢોસા, મલબારી તેમજ અનેક પ્રકારની વાનગી બનાવતા શીખ્યા અને કેવી રીતે આ ફૂડને વધારે સારી રીતે બનાવી શકાય તેના પર પણ શેફએ મહિલાઓને ટિપ્સ આપી. અપસાઉથ એ એક પોકેટ ફ્રેન્ડલી રેસ્ટોરન્ટ છે, જે ફ્યુશન વાનગી જેમકે ઉથલી, મલાબારી, પરોઠા સેન્ડવિચ, મેંગો મોક્ષ જેવી વાનગીઓ પરંપરાગત રીતે પીરસે છે.